Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પુલના બાંધકામોથી રાજકોટ ઘેરાયુ

ચારે બાજુ લોકોને હાડમારી : ટ્રાફીક જામની સમસ્યા : ધીમીગતિએ ચાલતા કામ ઝડપથી પૂર્ણ કરાવો : શિવસેના દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર

રાજકોટ તા. ૨૯ : શિવસેના દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રાજકોટમાં ચારે બાજુ એકસાથે ચાલી રહેલ પુલના બાંધકામોથી લોકોને ભોગવવી પડતી હાડમારીમાંથી છુટકારો અપાવવા રજુઆત કરાઇ છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનવાથી ભવિષ્યમાં લોકોને સુખ મળશે એ વાત તો સમજી શકાય. પરંતુ હાલ ચારે બાજુ એક સમાથે કામો ચાલુ હોવાથી ઠેરઠેર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. વળી આ કામ ગોકળ ગાયની ગતિએ અત્યંત ધીમા ચાલી રહ્યા છે. લોકોના મોંઘા ભાવના ઇંધણનો વ્યસ્ત ધુમાડો થઇ રહ્યો છે.

આ બાબતે પુલના કોન્ટ્રાકટ કોને અપાય છે? કેટલામાં અપાયા છે? વગેરે બાબતે પણ શિવસેના દ્વારા આર.ટી.આઇ. કરવામાં આવેલ છે.

વહેલીતકે આ પુલના બાંધકામો પૂર્ણ કરવા અંતમાં શિવસેનાએ માંગણી ઉઠાવી છે.

(3:30 pm IST)