Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

છેલ્લા બે માસમાં પ્રદ્યુમન પાર્કમાં આવેલ આધુનિક ઝુ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ર૬ હજાર લોકોએ નિહાળ્યું

વન્યપ્રાણી સંગ્રહાલય બાબતે જાગૃતી કેળવાય તે હેતુથી માહીતી કેન્દ્ર તૈયાર કરાયું છે

રાજકોટ,તા., ૨૯:  મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્ત્।મ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વધુમાં ઝુ ખાતે વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવેલ છે.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૭ પ્રજાતિઓનાં કુલ ૪૫૬ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાદ્ય, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (મુલાકાતી માહિતી કેન્દ્ર) તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેકટીવ એકટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવે છે. ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની પ્રવેશ ફી રૂ.૧૦ તથા પ્રવાસે આવતા શાળા-કોલેજના બાળકો માટે રૂ. ૫ નિયત કરવામાં આવેલ છે. આ સેન્ટરને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે અને ખુબ જ સારા રીવ્યુ મળી રહ્યા છે. છેલ્લા ૨ માસ દરમિયાન ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ખાતે કુલ ૨૬,૧૯૩ મુલાકાતી પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨,૫૮,૮૪૦/-ની આવક થયેલ છે. આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં નીચેની વિગતે થીમ આધારીત જુદા જુદા પ્રદર્શન કક્ષ બનાવવામાં આવેલ છે.

(3:38 pm IST)