Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ચોરીના ગુન્હામાં ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રૂરલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ, તા. ૨૯ :. લોધીકા પોલીસ મથકના નોકર ચોરીના ગુન્હામાં ૮ વર્ષથી વોન્ટેડ આરોપી હસમુખ જગજીવનભાઈ જેઠવા રહે. મૂળ વંથલી, હાલ સાગલીરોડ મહારાષ્ટ્ર રાજકોટ રેલ્વે સ્ટેશને હોવાની બાતમી મળતા રૂરલ પેરોલ સ્કવોડના પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા સ્ટાફે ઝડપી લઈ લોધીકા પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ કરશનભાઈ કલોતરા, હેડ કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઈ ધાંધલ, પો.કો. મહેન્દ્રસિંહ સોલંકી, કુમારભાઈ ચૌહાણ, રીયાઝભાઈ ભીપોત્રા, ડ્રા. એએસઆઈ રાયધનભાઈ ડાંગર તથા પો.કો. વીરમભાઈ સામેચા રોકાયા હતા.

(3:59 pm IST)