Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોર્ટની બહાર બની વિચિત્ર ઘટના : વકીલ આલમમાં ભારે ચર્ચા

રાજકોટ જિલ્લા કોર્ટ બહાર આજે વિચિત્ર ઘટના બની, આ ઘટનાને લઈ વકીલ આલમમાં ભારે ચર્ચા જાગી હતી. બપોરે સાડા બારેક વાગ્યે કોર્ટના દરવાજા બહાર ત્રણેક ઢોલીઓ આવી પહોંચ્યા હતા અને ઢોલ પર દાંડીઓ પછાડવા લાગ્યા હતા. હાજર ધારાશાસ્ત્રીઓ આ જોઈ અચરજ પામ્યા હતા. અને શું થયું? શું થયું? કોઈ આવવાનું છે કે શું? તેવી અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા હતા જોકે ત્યાં જ રાજકોટના જાણીતા એડવોકેટ કિશોરસિંહ વાઢેર આવી પહોંચ્યા હતા અને ઢોલીઓને વધુ જોરથી દાંડીઓ પછાડવા સંકેતો આપ્યા હતા. કિશોરસિંહને અન્ય વકીલો પૂછવા માટે દોડ્યા હતા. ત્યારે ખબર પડી હતી કે, વકીલોમાં જ ફૂટ પડી છે તેના કારણે આ ઢોલ વાગ્યા છે. કિશોરસિંહે એક વકીલ પર આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે, તે વકીલ અન્ય વકીલોના કેસોમાં ઘુસી જાય છે અને અન્ય વકીલોના કેસ છીનવી લ્યે છે. તેમની પોલીસ સાથે સાંઠગાંઠ છે અને લાંચ પણ માંગતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, કોર્ટમાં રજુઆત કરેલી પણ વિરોધ પ્રદર્શિત કરવા ઢોલ વગાડાવ્યાં છે.

(4:07 pm IST)