Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજકોટ ગ્રામ્ય પોલીસે સૂર્યવંશી ફિલ્મ નિહાળી

રાજકોટઃ. રાજકોટ જિલ્લા પોલીસના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને મનોબળ માટે મનોરંજન મળી રહે તે હેતુથી રેન્જ ડીઆઈજીપી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લા પોલીસ કર્મચારીઓને કોસ્મોપ્લેકસ સિનેમા હોલ ખાતે સૂર્યવંશી ફિલ્મ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કર્મચારીઓનું મનોબળ વધે તથા કર્મચારીઓ વચ્ચે એકતા જળવાઈ રહે તે માટે આ ફિલ્મ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. તસ્વીરમાં એસપી બલરામ મીણા, રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અજયસિંહ ગોહિલ, એસઓજીના પીએસઆઈ એચ.એમ. રાણા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ નજરે પડે છે.

(4:01 pm IST)