Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ પોલીસ પરિવાર દ્વારા પોલીસ ભરતી માટે માર્ગદર્શન સેમીનાર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : રાજગોર બ્રાહ્મણ પોલીસ પરિવાર દ્વારા રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભૂવન ખાતે રાજગોર સમાજના પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો (ભાઇઓ તેમજ બહેનો) બધા માટે ફિઝિકલ પરીક્ષા માટે દોડ તેમજ શારીરિક સક્ષમતા કેવી રીતે રાખવીએ માટેનો માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવેલ છે. જે સેમીનારમાં જ્ઞાતિના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા ફિઝિકલ પરીક્ષા માટે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમીનાર તા. ૩/૧૨/૨૦૨૧ સમય ૪ થી ૬ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, ૧૫-વિજય પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે નીચે આપેલ નંબર ઉપર આપના કન્ફર્મેશન તા. ૩૦-૧૧-૨૧ સુધીમાં મેળવી લેવું.

આ માટે રજીસ્ટ્રેશન નંબર : અમીતભાઇ વેગડા મો. ૯૮૭૯૯ ૯૬૫૨૦, જતીનભાઇ મહેતા ૯૫૧૦૫ ૩૭૭૧૮ આયોજક : રાજગોર બ્રાહ્મણ પોલીસ પરીવાર, રાજકોટ, રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, રાજકોટ. મણીમા કન્યા છાત્રાલય રાજકોટ. રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી સંઘ રાજકોટ જહેમત ઉઠાવે છે.

(2:42 pm IST)