Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

દૂધ ઉત્પાદકોને સારી સુવિધાઓ, સક્ષમ બનાવવાનો વિચાર ડો.કુરીયનનો હતોઃ ડો.સંજય ગોવાણી

ડો.વર્ગીસ કુરીયનના જન્મદિનની માહિ દ્વારા ઉજવણી

રાજકોટઃ શ્વેતક્રાંતિના જનક ડો.વર્ગીસ કુરિયનના જન્મદિનની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેઓનો જન્મ દિવસ ''નેશનલ મિલ્ક ડે'' તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે માહી કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ દૂધ ઉત્પાદકોને પગભર કરવા ડો.કુરિયને આપેલા યોગદાનને બિરદાવ્યુ હતું. તેમણે દૂધ ઉત્પાદકોને વધુ સારી સુવિધાઓ આપવા અને સક્ષમ બનાવવા ન્યુ જનરેશન કો. ઓપરેટિવની સ્થાપના પાછળનો વિચાર પણ તેમનો હોવાનું જણાવેલ. ગુજરાત ન્યુઝ ચેનલ પર ડો.કુરિયન પર તૈયાર કરાયેલ ટોક શોનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કંપનીના એચ.આર.વિભાગના એજીએમ શ્રી પરસોતમ પટોલિયાએ તેમની આગવી શૈલીમાં કર્યુ હતું. માહીના કર્મચારીઓ માટે ઓનલાઈન કિવઝ કોમ્પિટિશ પણ યોજાએલ.

(2:43 pm IST)