Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વિરાણી સ્કુલમાં રેડ રીબનનું નિર્માણ

 વિશ્વ એઇડલ દિવસના પૂર્વ સૂર્યોદયે વિરાણી સ્કુલ ખાતે ધો. ૯ થી ૧ર ના ૧પ૦૦ છાત્રોની વિશાળ રેડ રિબન એઇડ્સના ચાર અક્ષરો સાથે નિર્માણ કરી હતી. સુત્રો સાથે આ વર્ષના સ્લોગનની વાત કરીને છાત્રોમાં જાગૃતિ પ્રસરાવી હતી. આ તકે ચેરમેન અરૂણ દવે શાખાનો આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, વ્યાયામ શિક્ષક જી.બી. હિરપરા, ડો. પંકજ રાઠોડ, ચિરાગ ધામેચા તથા એન.સી.સી. ના સી.બી. માલાણી અને છાત્રો હાજર રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા વિશાલ કમાણીએ સંભાળી હતી. આવતીકાલે એઇડ્સ દિવસે સવારે ૯-૩૦ વાગ્યે બાપા સિતારામ ચોક રૈયા રોડથી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ સુધી રેલી જનજાગૃતિની યોજાશે અને સાંજે પ વાગે રા. મ્યુ. કોર્પોરેશનના પટાંગણમાં લાલફુગ્ગાની વિશાળ રેડ રિબન હવામાં તરતી મુકીને એઇડ્સને બાય બાય કરાશે. ગુરૂવારે સવારે કે.કે.વી. ચોક જી.ટી. શેઠમાં રેડ રિબન બનાવાશેને સાંજે ભાવિ પત્રકારો માટે એઇડ્સ સેમીનાર હિરાણી કોલેજ ખાતે યોજાશે. 

(2:51 pm IST)