Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જિલ્લા ભાજપની કારોબારી ૩ ડીસેમ્બરે રાજકોટમાં

રાજકોટ તા. ૩૦ : પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠક તા. ૩ ડીસેમ્બરે શુક્રવારે સવારે ૧૦ વાગ્યાથી શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ, રાજકોટ ખાતે જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયાની અધ્યક્ષતામાં યોજાનાર છે. જેમાં ૪૦૦ જેટલા કાર્યકરો અપેક્ષીત છે. મુખ્ય માર્ગદર્શક તરીકે જિલ્લાના પાર્ટી પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહેશે. 

(3:39 pm IST)