Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મવડી રોડ પરની ૪પ ખાણીપીણીની દુકાનમાં ચેકીંગઃ ૧ર કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૧પને નોટીસ : ર૦ નમૂના લેવાયા

મનપા દ્વારા વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત : વેરા શાખા દ્વારા ૧૪.૬ર લાખની વસુલાતઃ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૬ દુકાનદારોને ૮ હજારનો દંડઃ તમામ વિભાગ દ્વારા સંયુકત કામગીરી

રાજકોટ,તા.૩૦: શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર 'વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વેય આજે મવડી રોડ ખાતે અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રકચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેકસ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા લોકો પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.  આ અંગે મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ.ન.પા. વેરા વસુલાત શાખા, સોલીડ વેસ્ટ, ફુડ શાખા દ્વારા સંયુકત વન વીક, વન રોડમાં ઝુંબેશ અંતર્ગત આજે મવડી રોડ પર કામગીરી કરવામાં આવી હતી. જેની વિગતો આ મુજબ છે.

૧૪.૬૨ લાખની વસુલાત

વેરા વસુલાત શાખા દ્વારા વન વીક,વન રોડ અંતર્ગત બપોરે ૦૧ૅં૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૧ પ્રોપ્રટીની રૂ. ૧૪,૬૨,૪૬૦/- લાખની વસુલાત કરવામાં આવેલ. આ લખાય છે ત્યારે આ કામગીરી હાલ ચાલુ છે.

જાહેરમાં કચરો ફેંકનાર ૧૩ દંડાયા : ૩ હજારનો દંડ

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મવડી રોડ પરથી જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા ૧૩ લોકો રૂ.૩૨૫૦/-નો વહીવટી ચાર્જ, કચરાપેટી/ડસ્ટબીન ન રાખવા સબબ કુલ-૦૬ દુકાનદારોને રૂ. ૧૫૦૦/-નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ઉપયોગ કરવા સબબ કુલ-૧૬ દુકાનદારોને રૂ. ૮૦૦૦/-નો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આમ કુલ ૩૯ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧૨૭૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.

૧૨ કિલો અખાદ્ય ચીજવસ્તુઓના નાશ : ૧૫ને નોટીસ

ફૂડ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત મવડી મે. રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ ૧૨ કિ.ગ્રા. જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને ૧૫ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ. તેમજ  FSSA-2006 અન્વયે યુઝડ કુકીંગ ઓઇલ તેમજ બેકરી આઇટમના લેવાયેલ કુલ ૨૦ સર્વેલન્સ નમુના લેવામાં આવ્યા છે.  ફૂડ વિભાગ દ્વારા (૧) શિવશકિત ફેમીલી રેસ્ટોરન્ટ, મવડી મે. રોડ ખાતે વાસી પ્રિપેર્ડ ફુડ ૬ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. તેમજ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૦૨) નીતાબેન નારીયેલ, મવડી મે. રોડ ખાતે વાસી કેળા ૩ કિ.ગ્રા. નાશ ૩) નારાયણ સેલ્સ એજન્સી, મવડી મે. રોડ ખાતે ચકાસણી કરી લાયસન્સ બાબતે નોટીસ આપેલ. ૪) અલ્કા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. ૫) વરૂડી ડેરી ફાર્મ, મવડી મે. રોડ હાઇજીન બાબતે નોટીસ, ૬) બાલાજી સેલ્સ એજન્સી, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. ૭) શ્રી મોમાઇ પાન, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૮) જય બજરંગ ફ્લ્રોર એન્ડ મસલા મીલ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૯) ગર્વ મેડીસિન્સ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૧૦) મોમાઇ ટી સ્ટોલ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૧૧) પટેલ સેલ્સ એજન્સી, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૧૨) બજરંગ પાન, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. ૧૩) શ્રીનંદ કિશોર ડેરી ફાર્મ, મવડી મે.રોડ ખાતે વાસી ૩ કિ.ગ્રા. બ્રેડ નાશ કરવામાં આવેલ. ૧૪) ખોડીયાર ડેરી ફાર્મ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ ૧૫) ખોડીયાર કિરાણા ભંડાર મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. ૧૬) ખોડીયાર ડેરી ફાર્મ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ. ૧૭) યશ સુપર માર્કેટ, મવડી મે. રોડ લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ (૧) કસાટા પેસ્ટ્રી (લુઝ) સ્થળઃ કભીભી બેકરી, ડો. યાજ્ઞિક રોડ (૨) બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી (લુઝ) સ્થળઃ કાનન ફુડ્સ ડો. યાજ્ઞિક રોડ (૩) મસાલા શક્કરપારા (લુઝ) સ્થળઃ કૈલાશ ફરસાણ માર્ટ, એસ્ટ્રોન સોસાયટી રોડ (૪) ફરસી પુરી (લુઝ) સ્થળઃ કૈલાશ ફરસાણ માર્ટ, એસ્ટ્રોન સોસાયટી રોડ (૫) મીઠા શક્કરપારા (લુઝ) સ્થળઃ પટેલ ફરસાણ સેન્ટર, સરદારનગર મે. રોડ (૬) મોરા સાટા (લુઝ) સ્થળઃ પટેલ ફરસાણ સેન્ટર, સરદારનગર મે. રોડ (૭) ડ્રાયફ્રુટ બિસ્કીટ (લુઝ) સ્થળઃ અંકિત એન્ટરપ્રાઇઝ, એસ્ટ્રોન ચોક (૮) જીણી સેવ (લુઝ) સ્થળઃ સાગર ફરસાણ, કાલાવડ રોડ (૯) રેડ વેલ્વેટ શિફોન પેસ્ટ્રી (લુઝ) સ્થળઃ કભી ભી બેકરી, અમિનમાર્ગ (૧૦) બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી (લુઝ) સ્થળઃ અતુલ બેકરી, અમીનમાર્ગ (૧૧) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ સાગર ફરસાણ, કાલાવડ રોડ (૧૨) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ મુરલીધર સ્વીટ માર્ટ, નાના મૌવા રોડ (૧૩) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ શ્રીરામ ફરસાણ, નાના મૌવા રોડ (૧૪) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ જલીયાણ ફરસાણ, નાના મૌવા રોડ (૧૫) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ મુરલીધર ફરસાણ, નાના મૌવા રોડ (૧૬) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ શ્રી ઉમિયાજી ડેરી ફાર્મ, અંબિકા ટાઉનશીપ (૧૭) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ શ્રી જનતા સ્વીટ, જીવરાજપાર્ક (૧૮) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ જલારામ વડાપાઉં, આનંદ બંગલા ચોક (૧૯) યુઝડ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળઃ રાજશકિત ગાંઠીયા, કૃષ્ણનગર મે. રોડ (૨૦) વડાપાઉં (લુઝ) સ્થળઃ જલારામ વડાપાઉં, આનંદ બંગલા ચોક સહિત ૨૦ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા છે.

મવડી રોડ રળીયામણો કરાયો

બગીચા શાખા દ્વારા વોર્ડ નં ૧૨ના મવડી મેઇન રોડમાં નડતરરૂપ ૪૧ વૃક્ષોનું ટ્રીમીંગ, રોડ ડીવાઇડરમાં ગેઇપ ફીલીંગ માટે અંદાજે ૩૦૦૦ છોડ વાવવામાં આવ્યા છે, તેમજ ડીવાઇડરના પ્લાન્ટસને સુવ્યવસ્થિત કરવા કટીંગ તથા વિડીંગ અને મલ્ચીંગની કામગીરી ૧૫૬૦ મી.માં કરાયેલ છે તેમજ નમેલા ડેમેજ ૧૫ નંગ ટ્રી ગાર્ડને વ્યવસ્થિત કરવામાં આવ્યા છે.

૪ રેંકડી -કેબીન જપ્ત

દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત મવડી રોડ પરથી નડતરરૂપ દબાણ દુર કરવામાં આવ્યા હતા જેમાં જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા – ૦૪, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની ટુંકી વિગત – ૧૨ અને જપ્ત કરેલ બોર્ડ-બેનર/ ઝંડીની સંખ્યા – ૨૮૦/૧૮૦ વિગેરે કામગીરી કરવામાં આવી હતી.

૨૨ ડ્રેનેજ મેન હોલ ચોખ્ખા ચંણાક કર્યા

બાંધકામ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે મવડી રોડ ખાતે સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઈ સંખ્યા-૦૭, ડ્રેનેજ મેન હોલ સફાઈ સંખ્યા-૨૨, પાણીની વાલ્વ ચેમ્બર સફાઈ સંખ્યા-૦૪, ફુટપાથ રીપેરીંગ(ચો.મી.)-૨૫, પેવિંગ બ્લોક રીપેરીંગ(ચો.મી.)-૫ અને રબ્બીશ ઉપાડવાનું કામ(દ્ય.મી.)-૬ વિગેરે કામગીરી કરવામાં આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.

(3:40 pm IST)