Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રવિરત્નપાર્ક નિલકંઠનગરમાં ડામર રીકાર્પેટ

 વોર્ડ નં.૯માં આવેલ રવિરત્ન પાર્ક ખાતે રૂ. રર.૧૯ના ખર્ચે અને નિલકંઠનગર ખાતે રૂ.૧પ.૬૭ લાખના ખર્ચે ડામર રોડ રી-કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, કોર્પોરેટરો જીતુભાઇ કાટોળીયા, દક્ષાબેન વસાણી, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી હીરેન સાપરીયા ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવેલ આ પ્રસંગે કુલદીપસિંહ જાડેજા, પ્રવિણભાઇ મારૂ, જાગૃતબેન ભાણવડીયા, શીલ્પાબેન જાવીયા, પ્રદિપ ધાંધલ, વિમલ ઠોરીયા, મહેશ બાવરવા, આશીષ ભટ્ટ, જયસુખ કાથરોટીયા, દેવ ગજેરા, અરૂણાબેન પરમાર, ડાયાલાલ, રામજીભાઇ બેરા, દિપક મહેતા, સંજય ભાલોડીયા, પ્રકાશભાઇ ગોહીલ, અજયભાઇ રાજાણી, અંજુબેન કણસાગરા, સી.એન. જાવીયા, પ્રવીણભાઇ સેગલીયા, રાજુ ઉપાધ્યાય, કલ્પેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ હરસોડા, શૈલેષભાઇ જેઠવા સહીતના ભાજપ અગ્રણીઓ તેમજ સોસાયટીના ધીરૂભાઇ ઝાલાવડીયા, મગનભાઇ ઝાલાવડીયા, જમનભાઇ સાકરીયા, નરોતમભાઇ ફળદુ, જી.બી.મલ્લી, સુભાષભાઇ દવે સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)