Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અક્ષા આંખની હોસ્પિટલની વર્ષગાંઠે નિદાન કેમ્પ

 નાના મવા ચોકડી, મારવાડી શેર પાસે આવેલ અક્ષા આંખની હોસ્પિટલની વર્ષગાંઠ નિમિતે ચાર દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયુ છે. અદ્યતન ટેકનોલોજીથી સજજ આ હોસ્પિટલમાં ડો. ઓમ પટેલ (મો.૯૯૨૫૬ ૪૫૮૪૪), ડો. ભુમિ પટેલ નિઃશુલ્ક નિદાનની સેવા આપશે. કેમ્પનો દીપપ્રાગટયથી પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહની ઉપસ્થિતીમાં કરાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ વિક્રમ પુજારા, વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર અશ્વિન પાંભર, બીપીન બેરા, ડો. દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, શહેર ભાજપ મીડિયા સેલના રાજન ઠકકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)