Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રવિવારે બહેનો માટે ઓપન રાજકોટ બમ્પર હાઉસી

બહેનોને ઇનામો જીતવાની તકઃ ફેફસાની તપાસ માટેના ટોકનદરે કેમ્પઃ વી કેન ગ્રુપ દ્વારા આયોજનઃ ડો. પિના કોટક-ડો. તુપ્તી રાજા

રાજકોટઃ તા.૩૦, ઘણા લાંબા અંતરાય બાદ બહેનો માટે વી કેન ગ્રુપ દ્વારા બમ્પર હાઉસીનું આયોજન આરએફસી ગ્રાઉન્ડ નાના મૌવા ખાતે તા.૬ ડિસે.ના રવિવારે સાંજે ૪ કલાકે કરેલ છે. જેમાં ખેલપ્રિય બહેનોને ઇનામોથી નવાજવામાં આવશે.

સાથે સાથે કોવિડ બાદ નવા વાયરસ એમોક્રોનીની સામે સાવચેતીના ભાગરૂપે ફેફસાની તપાસ માટેનો કેમ્પ પણ ટોકન દરે રૂ.૨૦૦ માં કરી આપવામાં આવશે. પીએફટી ટેસ્ટ કેમ્પમાં ડો. થીરા વીઠ્ઠલાણી સાથે ડો. ધ્વની રૈયાણી સેવા આપશે.

કોવિડ ગાઇડ લાઇનના પાલન સાથે મર્યાદીત સંખ્યામાં બહેનો માટે બમ્પર હાઉસીના કાર્યક્રમનું આયોજન થયેલ છે. તસ્વીરમાં વીકેન ગ્રુપના ટ્રસ્ટી ડો . પીના કોટક, ડો. તુપ્તી રાજા, આશાબેન સંઘવી, દીપાબેન કાચા, દેવ્યાનીબેન, સીમાબેન અગ્રવાલ, રાધીકાબેન વિઠ્ઠલાણી, જાગૃતિબેન ખિમાણી, જલ્પાબેન, બ્રિજલબેન ચંદારાણા, અલ્કાબેન ખગ્રામ મીતાબેન ત્રિવેદી નજરે પડે છે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઇ કોટકના માર્ગદર્શન હેઠળ શિવાની કોટક, ચેતન પજવાણી, સંજય રાજા જહેમત ઉઠાવી રહયા છે. વધુ વિગત માટે મો.૭૪૩૩૯૨૭૬૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:48 pm IST)