Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

દિવ્‍યાંગ અને સિનિયર સિટીઝન મતદાતા માટે ચૂંટણી પંચ દ્વારા હેલ્‍પલાઇન નંબર ૧૯૫૦ જાહેર

રાજકોટ તા. ૩૦ : રાજકોટમાં વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨નું મતદાન કાલે થનાર છે. જેના અનુસંધાને કેન્‍દ્રના ચૂંટણી પંચ તથા ગુજરાત રાજય નિર્વાચન આયોગ દ્વારા  દિવ્‍યાંગ અને સિનિયર સિટીઝન મતદારો માટે સુગમ તથા સગવડતાસભર મતદાન કરી શકે તે માટે અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત દિવ્‍યાંગ અને સિનિયર સિટિઝનની મદદ અર્થે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ હેલ્‍પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકશે આ ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી  ૦૨૮૧- ૨૪૪૮૫૯૦  પર પણ સંપર્ક કરી શકાશે.

સિનિયર સીટીઝન અને દિવ્‍યાંગોને ધ્‍યાનમાં લઈ  મતદાન મથકે વ્‍હીલ ચેર, રેમ્‍પ, ટોયલેટ જેવી અનેક સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. તદ્‌ઉપરાંત મતદાન સમયે જરૂરીયાતમંદ દિવ્‍યાંગ અને સિનિયર સિટીઝન મતદાતાને મતદાન મથક સુધી પહોંચાડવા વાહનસેવા તથા સહાયક સેવા આપવા માટે પણ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.

(1:38 pm IST)