Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

૧૩ હજારનો સ્‍ટાફ રવાના : સઘન પોલીસ બંદોબસ્‍ત

આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્‍યારે કલેકટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૨૨૫૪ પોલીંગ બુથ ઉપર પ્રિસાઇડીંગ સ્‍ટાફને પોલીસ બંદોબસ્‍ત સાથે રવાના કરવામાં આવ્‍યો હતો. અગાઉ સ્‍ટાફને તાલીમ પણ આપવામાં આવી હતી. શહેરની વિરાણી હાઇસ્‍કુલ, પીડીએમ કોલેજ તથા ચૌધરી હાઇસ્‍કુલ ખાતેથી સમગ્ર સ્‍ટાફની ફાળવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં સ્‍ટાફને લેવા-મુકવા માટે કરવામાં આવેલ બસની વ્‍યવસ્‍થા, ઇવીએમ તથા વીવીપેટના બોકસ, પોતાના બુથની માહિતી મળવતો તથા વારાની રાહમાં બેઠેલો સ્‍ટાફ નજરે પડે છે. જ્‍યારે છેલ્લી તસ્‍વીરોમાં ડેમોસ્‍ટ્રેશન કાઉન્‍ટર ખાતે નિદર્શન નિહાળતો સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:42 pm IST)