Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૩૦: પ્રોહિ. ના ગુનામાં બ્રિજેશભાઇ પ્રવિણભાઇ ઘીયાડ(પટેલ) આશરે ૧ાા વર્ષથી ભાગતો ફરતો હોય ડી.સી.બી. પોલીસ અટકાયત કરતા ડીસ્‍ટ્રી. એન્‍ડ સેસન્‍સ જજ દ્વારા જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ ડી.સી.બી.પો.સ્‍ટે.ગુના કામે પ્રોહિબ. ૬૫(ઇ) ૧૧૬-બી, દેવાભાઇ જાદવભાઇ ધરજીયા હેડ કોન્‍ટે. પોલીસ કર્મચારીએ ફરીયાદ પ્રોહિબ.૬૫(ઇ) ૧૧૬-બી, મુંજબનો ગુનો નોંધાવેલ જણાવેલ કે, ગુન્‍હો પ્રોહી કલમ ૬૫(ઇ) ૧૧૬ બી, મુજબ આરોપી ધવલ ઉર્ફે ધવલો મનસુખભાઇ સોજીત્રા રહે. આર્યનગર મેઇન રોડ,  રાજકોટ રેઇડ દરમ્‍યાન હાજર મળી આવતા ફરીયાદ નોંધાયેલ છે. ધવલ મનસુખભાઇ પોલીસ દ્વારા ધરપકડ કરતા ચંદુભાઇ ટોપીયાનું નામ ખુલેલ હોય, ત્‍યારબાદ ચંદુભાઇ ટોપીયાએ બ્રિજેશભાઇ પ્રવિણભાઇ ધીયાડ(પટેલ) રહે સુર્યદય સોસાયટી, ખોડીયાર હોલ કોઠારીયા રાજકોટ વાળાનું નામ આપેલ હોય, બ્રિજેશભાઇ પ્રવિણભાઇ ધીયાડનું નામ પોલીસ ચોપડે ખુલતા આરોપી બ્રિજેશ નાસીગયેલ હોય, તેવી વિગતો દર્શાવીને ડી.સી.બી. પોલીસ દ્વારા આશરે ૧ાા વર્ષ બાદ તા.૧૫-૧૧-૨૦૨૨નારોજ બ્રિજેશભાઇ ની અટકાયત કરેલ હોય, રીમાન્‍ડ સાથે ચીફ.જ્‍યુ.મેજી.કોર્ટમાં રજુ કરતા કોર્ટ રીમાન્‍ડ અરજી રદ કરીને આરોપીને જીલ્લા જેલ રાજકોટ ખાતે મોકલેલ હતો.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ધ્‍યાને લઇને આરોપી બ્રિઝેશને જામીન મુકત કરવા અરજ ગુજારેલ હોય. આમ સંજય એચ.પંડયાની દલીલ ધ્‍યાને લઇને સેસન્‍શ કોર્ટે આરોપી બ્રિજેશ પ્રવિણભાઇ ધીયાડ ને મહિનામાં બે દિવસ પોલીસ સ્‍ટેશનમાં હાજરી પુરવાની શરતો તેમજ અન્‍ય શરતો ને આધીન રૂા.૧૫/- હજારના જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં મુળ આરોપી બ્રિજેશ પ્રવિણભાઇ વતિ રાજકોટના એડવોકેટ શ્રી સંજયભાઇ એચ. પંડયા, મનિષ એચ.પંડયા, જયદેવસિંહ ચૌહાણ તથા વનરાજસિહ જાડેજા રોકાયા હતા.

(4:42 pm IST)