Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બોગસ દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં પિતા-પુત્રની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૩૦ : બાપ પરબત બેચરભાઇ લીંબાસીયા તથા દિકરો હિેશ પરબતભાઇ લીંબાીસયા રહે. જુની ખોખડદડ ગામ તા.જી.રાજકોટ હાલમાં બંને જીલ્લા જેલ રાજકોટવાળાઓએ શહેરના માલવીયા નગર પો.સ્ટે.માં તેમના વિરૃધ્ધ ફરીયાદી નટવરલાલ જયંતિલાલ તન્ના રહે રાજકોટવાળાએ નોંધાયેલ આઇપીસી કલમ ૪૬૭, ૧૧૪ વગેરેના કામની ફરીયાદના ગુન્હામાં જામીન અરજી કરતા રાજકોટના એડી. સેસન્સ જજશ્રીએ રદ્દ કરેલ છે.

ફરીયાદોની ફરીયાદની ટુંક હકિકત એવી છે કે રાજકોટના ગોંડલ રોડ ઉપર એસ.ટી.વર્કશોપની દક્ષિણ બાજુએ આવેલ કિંમતી તેમજ તેના ભાઇએ ર૦૦૧ ની સાલમાં વેચાણ કરી આપેલ હોવા છતા કુલ ૭ આરોપીઓએ પ્લાન કરી ફરીયાદીના નામનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવવા ફરીયાદીના નામમાં ફેરફાર કરી ખોટુ પાનકાર્ડ કઢાવી બોગસ દસ્તાવેજ કરી અન્ય વ્યકિતનો ફોટો લગાવી ફરીયાદીની ખોટી સહી કરી તેનો ખરાબ તરીકે ઉપયોગ કરે એ રીતે ઉપયોગ કરે એ રીતે ઉપયોગ કરેલ જે કામમાં જણાવેલ બંને આરોપીઓએ સાથ આપી અને આરોપી પરબતભાઇ ખરીદનાર બનેલ અને આરોપી હિતેષ સાક્ષી બનેલી.

ઉપરોકત ષડયંત્રનો પર્દાફાશ વર્ષો પછી થતા સાલ ર૦૧પ ના બનાવ સંબંધે ૯૦૧૬ માં ફરીયાદ થયેલી અને પોલીસે ગુનાના સુધી પહોંચી હાલના અરજદારો સહીત સાત લોકો સામે ફરીયાદ લીધેલ અને તપાસ દરમિયાન છેવટે હાલના બંને આરોપીઓની ધરપકડ થયેલી આ કામમાં પોલીસે ઘણી ઉંડાણપૂર્વકની તપાસ કરી મુળ સુધી પહોંચી અને છેવટે કાર્યવાહી કરેલી.

સરકાર તરફે ગુન્હો પ્રથમ દર્શનીય અને ગંભીર હોવાનું જણાવી જામીન અરજી રદ્દ કરવા દલીલ કરવામાં આવેલી જેને ધ્યાને લઇ સેશન્સ કોર્ટ જામીન અરજી ના મંજુર કરેલ છે. જે કામમાં એ.પી.પી. મહેશભાઇ જોશી રોકાયોલ.

(3:50 pm IST)