Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મનપાના આસી. કમિશનર કગથરા સહિત ૮ કર્મચારીઓ વય નિવૃત : ડેપ્યુટી કમિશનર દ્વારા વિદાયમાન

 રાજકોટ : મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૃપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની  પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૨૯ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનરદ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યકત કરેલ. નિવૃત્ત થનાર સ્ટાફમાં  સામાન્ય વહીવટ વિભાગના આસી. મ્યુનિસિપલ કમિશનરહરેશ કરશનભાઈ કગથરા, સુરક્ષા શાખાના જુનીયર કલાર્ક પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ, ગાર્ડન શાખાના ગાર્ડનર ખેંગાર જગમલભાઈ સાંભડ,  સ્પેશિયલ કન્ઝર્વન્સી શાખાના લેબર ડાહ્યાભાઈ કાનજીભાઈ સાગઠિયા,  ટાઉન પ્લાનીંગ શાખાના વોચમેન હસમુખભાઈ કરશનદાસ અડઠાકર, અર્બન મેલેરિયા શાખાના ફીલ્ડ વર્કર રમેશભાઈ કાનજીભાઈ સરેસા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર સવિતાબેન કલાભાઈ ખખ્ખર તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર મધુબેન રવજીભાઈ સોલંકી   નિવૃત થતા વિદાયમાન અપાયેલ. તા. ૨૯ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરઆશિષ કુમાર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરચેતન નંદાણી, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરએ. આર. સિંહના  હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૃપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનરસહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)