Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગૌપૂજન અને વૃક્ષારોપણ કરી જન્મદિન ઉજવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા

ફુલો કી સુગંધ જૈસા હો જીવન તુમ્હારા, તારો કી ચમક જૈસા હો જીવન તુમ્હારા

રાજકોટ : લોકસભાના પૂર્વ સભ્ય અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાનો જન્મ જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ૩૦ નવેમ્બર ૧૯૫૪ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે ગૌપૂજન, ગૌગોષ્ઠી, સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિ દ્વારા તેમણે જન્મદિનની વિશિષ્ટ ઉજવણી કરી છે. જળ સંરક્ષણ અને ચેકડેમ નિર્માણનો સંકલ્પ કર્યો છે. એનિમલ હેલ્પલાઇન જામનગર રોડ ખાતે જન્મદિવસ ઉજવેલ. ગૌપૂજન બાદ આર્ષ વિદ્યામંદિરના શ્રી પરમાનંદજી સ્વામીએ કથીરિયા દંપતિને આશિર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે ડો. રાજેન્દ્ર ત્રિવેદી, વિજય ડોબરીયા, રમેશ ઠક્કર, મિતલ ખેતાણી, દિલીપ સખીયા, વિજય વાંક, ડો. એન.ડી.શિલુ, પુજા પટેલ, નિર્ભય ડઢાણીયા, ભરતભાઇ, રાજુ મહેતા, હસુભાઇ ભગદેવ, ધીરૃભાઇ કાનાબાર વગેરે ઉપસ્થિત રહેલ.

'સેવા પરમો ધર્મ' અને 'ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા' નાં મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિનાં પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા રાષ્ટીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના વ્યકિતગત જીવનમાં માનવસેવાને પ્રાધાન્ય આપી ૧૩૧ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૃ પાડયું છે. તબીબી વ્યવસાય સાથે સમાજસેવા ડો. કથીરિયાના જીવનનું અંગ બની રહયું. કિશોરાઅવસ્થાથી  આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો-મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિનો જનકલ્યાણનાં શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનારા ડો. વલ્લભભાઈએ 'ચેરીટી બીગીન્સ એટ હોમ' નાં સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.

મો.૯૦૯૯૩ ૭૭૫૭૭ રાજકોટ.

 

(4:05 pm IST)