Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કાલે વિશ્વ એઇડ્‍સ દિવસ : પ્રિવેન્‍શન કલબ દ્વારા ત્રણ માસ સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા. ૩૦ : કાલે તા. ૧ ડિસેમ્‍બરે વિશ્વ એઇડ્‍સ દિવસ છે.  જેની ઉજવણીના ભાગરૂપે એઇડ્‍સ પ્રિવેન્‍શન કલબ દ્વારા તા. ૫ ડીસેમ્‍બરથી લઇને તા. ૩૧ માર્ચ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ હોવાનું સંસ્‍થાના ચેરમેન અરૂણ દવેની યાદીમાં જણાવાયુ છે.

તા. ૫ ના સોમવારે સવારે ૯ વાગ્‍યે શાળાના છાત્રો દ્વારા વિશાળ રેડ રીબન તા. ૬ ના મંગળવારે જી.ટી.શેઠ સ્‍કુલ ખાતે વિશાળ રેડ રીબન સાથે માનવ સાંકળ યોજવામાં આવશે.

તા. ૭ ના બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ન.પ્રા.શિ.સ. શહેર જિલ્લાના સહયોગથી શહેર જિલ્લાની તમામ શાળામાં રીબન બનાવી ધો.૯ થી ૧૨ ના છાત્રોમાં એઇડ્‍સ જાગૃતિ પ્રસરાવાશે. જયારે. તા. ૮ ડીસેમ્‍બરના ગુરૂવારે લાલ ફુગ્‍ગાની વિશાળ રેડ રીબીન હવામાં તરતી મુકાશે. કેન્‍ડલ લાઇટ રેડ રીબન તા. ૯ ડીસેમ્‍બરના શુક્રવારે પંચશીલ શાળામાં કરેલ છે.

આ વર્ષનું લડત સુત્ર ‘સમાનતા' છે. જે સંદર્ભે સમાજના છેવાડાના માનવી સુધી એઇડ્‍સ જાગૃતિ આવે અને એચ.આઇ.વી. વારસથી કેમ બચી શકાય તેવા આયોજનો કરાશે. શહેર જિલ્લાની શાળા કોલેજોએ આવા આયોજનો કરવા મો.૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક કરવા ચેરમેન અરૂણ દવેની યાદીમાં જણાવાયુ છે.

(4:39 pm IST)