Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બેંક કામદારો ચૂંટણી ફરજ પર હાજર થતાં બેંકો ખાલી-ખાલીઃ કામકાજને અસર

રાજકોટ : વિવિધ સરકારી વિભાગોની જેમ બેંક કામદારોને પણ ચૂંટણી ફરજ ઉપર જોતરવામાં આવતા આજે શહેરની મોટાભાગની સરકારી બેંકોમાં સ્‍ટાફની ગેરહાજરી જોવા મળતી હતીઃ મોટા  ભાગની બેંકો ખાલી-ખાલી જોવા મળતી હતીઃ સ્‍ટાફની અછતનો પહેલેથી સામનો કરતી બેંકોમાં સ્‍ટાફ ચૂંટણી ફરજ પર મૂકાતા અનેક બેંકોમાં કામકાજને પણ અસર થઇ હતીઃ આવતીકાલે બેંકોમાં રજા છે. જયારે પરમ દિવસે ચૂંટણી ફરજ પરના સ્‍ટાફને રજા મળનાર હોવાથી પરમ દિવસે પણ કામકાજને અસર થાય તેવી શકયતા છે. જો કે કલીયરીંગ હાઉસ ચાલુ રહ્યું છે.

(4:21 pm IST)