Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વાંકાનેરમાં હાર્ડવેરના વેપારી અમિતભાઇએ ગળાફાંસો ખાધો

પરિવારજનો જોઇ જતાં બચી ગયાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૩૧: વાંકાનેરમાં મેઇન બજાર ખીમાભાઇ મોચીની શેરીમાં રહેતાં અમિતભાઇ છોટાલાલ ઇસાણી (ઉ.વ.૪૫)એ રાત્રે બે વાગ્‍યા આસપાસ છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે  પરિવારજનો જોઇ જતાં તેમને બચાવી લઇ વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

અમિતભાઇ બે ભાઇમાં નાના છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તે હાર્ડવેરની દૂકાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ ડ્રિંક્‍સની ટેવને કારણે કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)