Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રોડ પર પડેલી મરેલી પાડી સાથે કાર અથડાતાં પલ્‍ટી ગઇઃ ખેરડી ગોૈશાળાના ૩ સેવકોને ઇજા

જુનાગઢથી રાજકોટ તરફ પરત આવતી વખતે ભુણાવા નજીક રાત્રે બનાવ

રાજકોટ તા. ૩૧: ગોંડલના ભુણાવાના પાટીયા અને ટોલનાકા વચ્‍ચેના રોડ પર મોડી રાતે એક કાર પલ્‍ટી ખાઇ જતાં તેમાં બેઠેલા રાજકોટના ખરેડીની ગોપાલ ગોૈશાળાના ત્રણ સેવકોને ઇજાઓ થઇ હતી.

ઘાયલ થયેલા જગમાલ દુદાભાઇ મકવાણા (ઉ.૩૪), મોતીરામ સંતોષભાઇ પવાર (ઉ.૪૨) અને હરેશ આણંદભાઇ મુછડીયા (ઉ.૩૦)ને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્‍સ. રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. જગમાલના કહેવા મુજબ ગોૈશાળાના પાંચ સેવકો કામ માટે જુનાગઢ સ્‍વીફટ કાર લઇને ગયા હતાં. રાત્રે પરત આવતી વખતે ભુણાવા પાટીયાથી આગળ જતાં રોડ પર મૃત હાલતમાં એક પાડી પડેલી હોઇ તે કાર ચાલક મોહિતભાઇને ન દેખાતાં તેની સાથે કાર અથડાઇને પલ્‍ટી ખાઇ ગઇ હતી. જેમાં મોહિતભાઇ સહિત બેનો બચાવ થયો હતો અને પોતાના સહિત ત્રણને ઇજાઓ થઇ હતી.

(11:44 am IST)