Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

રાજકોટમાં શનિ-રવિ 'રાજસ્થાન ફોક ફેસ્ટીવલ'

ભાતિગળ લોકસંગીત, નૃત્યકલા, કલારસિક જનતા માણશેઃ પ.પૂ. આઇશ્રી દેવલમા આશીર્વચન પાઠવશે

રાજકોટ તા. ૩૧ :.. શહેરના આંગણે અનોખો પ્રસંગ યોજાઇ રહ્યો છે. રાજસ્થાનની લોકકલા, સંગીત, નૃત્ય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું સાક્ષી બનવાનો અનેરો મોકો મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિક દ્વારા તા. ૧ અને ર એપ્રિલે રાજસ્થાન ફોક ફેસ્ટીવલનું આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બે દિવસ સુધી કલારસિક જનતાને રાજસ્થાનના ભાતીગળ લોકસંગીત, નૃત્ય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની રોચક અનુભૂતિ થશે. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં આવતીકાલે તા. ૧ ને શનિવારે રાજસ્થાનના મશહુર કલાકાર ગફુરખાન એન્ડ ગ્રુપ દ્વારા લોકસંગીતની રમઝટ બોલાવવામાં આવશે. જયારે તા. ર એપ્રિલને રવિવારે 'હુકમ રો જલસો' રાજસ્થાની લોકસંગીતની રોમાંચક અનુભૂતિ કરાવવામાં આવશે.

સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિક દ્વારા યોજાનાર રાજસ્થાની સંસ્કૃતિ દર્શનના કાર્યક્રમમાં પરમ પૂજય આઇશ્રી દેવલમાં (શકિતપીઠ બલિયાવડ-ગીરનાર) આશીર્વચન પાઠવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલા, ગુજરાતના કેબિેનટ મંત્રી મુળુભાઇ બેરા અને કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ધોળકાના સીવીલ જજ દેવેનભાઇ ગઢવીનું વિશેષ સન્માન કરવામાં આવશે.

કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે કલેકટર અરૂણ મહેશ બાબુ, મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદ રામભાઇ મોકરિયા, મ્યુ.કમિશનર અમિત અરોરા, ધારાસભ્ય ઉદય કાનગઢ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રેન્જ આઇજી ઓશકકુમાર યાદવ, ડીડીઓ દેવ ચૌધરી, આસી.સીપી રાજકોટ સૌરભ તોલંબીયા, રાજકોટ જિલ્લાના એસપી જયપાલસિંહ રાઠોડ, એસપી જામનગર પ્રેમસુખ ડેલુ, એસપી આણંદ પ્રવિણકુમાર મીણા, એસપી દાહોદ બલરામ મીણા, એસપી પોરબંદર રવિમોહન સૈની, ડીઆરએમ રાજકોટ અનીલ જૈન, આવકવેરા વિભાગના બનવારીલાલ મીણા તથા દ્રોપસિંઘ મીણા, સીજીએસટી વિભાગના મદનમોહનસિંઘ, રામસિંઘ શેખાવત અને રાજેશકુમાર નાગોરા ઉપસ્થિત રહેશે.

તા. ર એપ્રિલ રવિવારે કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, ડીસીપી રાજકોટ પાર્થરાજસિંહ ગોહિલ, એસડીઆરએમ આર.સી.મીણા, ડીસપી. ઝોન-૧ રાજકોટ રાજનસિંહ પરમાર, ડીસીપી ઝીન-ર સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ટ્રાફીક  રાજકોટ પુજા યાદવ, એનએચએઆઇ અશોકભાઇ જાટ, અધિક કલેકટર કેતનભાઇ ઠકકર, એડીઆરએમ રેલ્વે ગોવિંદ પ્રસાદ સૈની, એસઆરડીએસઓ રેલ્વે નાથારામ મીણા અને જીએસટીના વિજય અગ્રવાલ ઉપસ્થિત રહેશ. બે દિવસના આ રાજસ્થાન ફોક ફેસ્ટીવલમાં લોક કલાકારો રાજસ્થાની લોકસંગીત, કલબેલીયા ડાન્સ, ઘુમ્મર ડાન્સ, ચરી ડાન્સ જેવી કલાની દર્શકોને અનુભુતી કરાવશે.  આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર કાંતી સાંધ્ય દૈનિકના અશોકભાઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ક્રાંતીની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(5:06 pm IST)