Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

રાજકોટ સહકારી ડેરી દ્વારા ઉત્પાદિત અમૂલ બ્રાન્ડ હેઠળના છ લિટર દુધના પાઉચના ભાવમાં વધારો : અમુલ દૂધના વેચાણ ભાવ તથા માર્જિનમાં ફેરફાર

રાજકોટ તા.૩૧ :રાજકોટ સહકારી ડેરી દ્વારા ઉત્પાદિત અમૂલ બ્રાન્ડ હેઠળના છ લિટર પાઉચ ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.અમુલ દૂધના વેચાણ ભાવ તથા માર્જિનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વધારો કાલે તારીખ 1 એપ્રિલને શનિવાર સવારથી લાગુ પડશે. જેમાં અમૂલ તાઝા 6 લીટર દૂધના ભાવ 306 ના બદલે 312 રૂપિયા લેવાશે જ્યારે અમુલ ગોલ્ડના છ લીટર પાઉચના ભાવ 381 ના બદલે 384 લેવામાં આવશે આ ઉપરાંત અમુલ બફેલો 6 લીટર દૂધના 402 ની જગ્યાએ 408 રૂપિયા લેવામાં આવશે.

(5:09 pm IST)