Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજકોટમાં આજે ૩ મોત બપોર સુધીમાં ૨૨ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩ પૈકી ૧ કોવીડ ડેથ થયાઃ હાલમાં ૬૨૮ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૧,૯૨૭ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૧૦૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૦૮ ટકા થયો

રાજકોટ તા. ૩૧: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૩ નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૨ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૩૦ નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૩૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૩ પૈકી ૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૪૨૧  બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૨૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૧,૯૨૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૮૧૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૧૪  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૨૭  ટકા થયો  હતો. જયારે ૧૮૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૪૦,૧૫૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૧,૧૦૪  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૮ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૬૨૮  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:35 pm IST)