Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મહામારી સામેની લડતમાં કેન્દ્ર તમામ મોરચે સફળ

નરેન્દ્રભાઈ મોદી મજબૂતાઈ- મકકમતાથી અડીખમ રીતે સરકાર અને શાસન ચલાવી રહ્યા છે : ૭ દાયકાઓમાં કોઈ સરકાર કરી શકી ન હતી તે કાર્ય ભાજપની કેન્દ્ર સરકારે ૭ વર્ષમાં પૂર્ણ કર્યાઃ ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહની પણ નિડર- પ્રશંસનિય કામગીરી

રાજકોટઃ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી ભાજપ સરકારનાં ૭ વર્ષ પૂર્ણ થયાના અવસર પર સૌરાષ્ટ્ર ભાજપ  પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનો ફાળો બહુમૂલ્ય છે. તેમના નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ઘ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્છાશકિત જોઈ શકાય છે. ૨૦૧૪માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈ આજ સુધી દિવસ-રાત નરેન્દ્રભાઈ મોદી ૧૩૦ કરોડ ભારતીયોની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ પણ નિડર અને પ્રસંશનીય કામગીરી કરી રહ્યાં છે. જીવનસફરની સંઘર્ષમય શરૂઆતથી સફળતાનાં શિખર સુધીની સફર ખેડનાર નરેન્દ્રભાઈ મોદી ની પ્રજા નિષ્ઠા- કાર્યસિદ્ધિ કુશળતા ભાજપનું ગૌરવ છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વધુ કમાલ દેખાડશે. અલબત્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથેસાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહની કામગીરીને પણ દાદ દેવી પડે તેમ છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર વિકાસમાં અનેક સિદ્ઘિઓ હાંસલ કરવામાં આવી છે. જે ૭૦ વર્ષમાં કોઈ સરકાર કરી શકી ન હતી તે કાર્ય નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ૭ વર્ષમાં પૂર્ણ કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમા નર્મદા બંધનું કામ પૂર્ણ કરવું, કલમ ૩૭૦, ૩૫-એ, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, રામ મંદિર, સીએએ, ટ્રિપલ તલાક અને ૨૦ લાખ કરોડ રૂપિયાનાં આર્થિક સહાય પેકેજ જેવા ઐતિહાસિક નિર્ણયો લઈ વડાપ્રધાન અને ગૃહમંત્રીએ કાબિલેદાદ કામગીરી કરીને પ્રજાનાં સપનાઓને પૂર્ણ કર્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી વૈશ્વિક મહામારી સામે લડત ચલાવવામાં પણ કેન્દ્ર સરકાર તમામ મોરચે સફળ રહી છે.

કોરોના વાયરસની મહામારી, પાકિસ્તાન, ચીન, નેપાળ જેવા પાડોશી દેશોની અવળચંડાઈ, પૂર્વ-પશ્ચિમ ભારતમાં વાવાઝોડું વગેરે જેવા કુદરતી-કૃત્રિમ આક્રમણ-આફતો વચ્ચે પણ વડા-ધાન નરેન્દ્રભાઈ મોદી    મજબૂતાઈ અને મક્કમતાથી અડીખમ રીતે સરકાર અને શાસન ચલાવી રહ્યા છે. દેશનાં લોકોને ચીન ,પાકિસ્તાન જેવા દેશોના ઉંબાડીયા પ્રષડયંત્રો ની સામે શાંતિ, સલામતી અને સુરક્ષા પુરી પાડી છે.કોરોના  મહામારીનાં સમયમાં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર સૌનાં સાથથી સૌનો વિકાસ કરી રહી છે. સાથે કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

(1:18 pm IST)