Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

લઘુમતી મોરચા દ્વારા ફ્રુટ વિતરણ

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સાત વર્ષ પુર્ણ થવાના અવસરે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની યાદગાર ઉજવણી કરવામાં આવેલ હતી. આ સેવાકાર્યો અંતર્ગત શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા ગુંદાવાડી સ્થિત પદમકુંવરબા હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરાવવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબખાન પઠાણ, વાહીદ સમા તેમજ લઘુમતી મોરચાના ફીરોજભાઇ ડેલા, ઇબ્રાહીમભાઇ સોની, ઇલુભાઇ સમા, અમીન સમા, રાજુભાઇ દલવાણી, રમજાનભાઇ ભલુર, કાળુભાઇ મુરાદીયા, રફીકભાઇ સમા, ગફારભાઇ કુરેશી, ફારૂકભાઇ કટારીયા, બુરહાનુદીન વૈદ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:05 pm IST)