Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં સેવાયજ્ઞ : માસ્ક અને હલ્દી દુધ પાવડરનું વિતરણ

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક સાત વર્ષ પુર્ણ થવાના અવસરે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની સેવામય ઉજવણી કરવામાં આવેલ. શહેરના તમામ વોર્ડમાં ૧૮ હજારથી વધુ માસ્કનું  વિતરણ તેમજ રોગપ્રતિકાર શકિત વધે તે માટે તમામ વોર્ડમાં હલ્દી દુધના પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. તે અંતર્ગત  વોર્ડ નં.૮ માં લક્ષ્મીનગર ઝુંપડપટૃી ખાતે નિતીન ભારઘ્વાજ, મહેશ રાઠોડ, રધુભાઈ ધોળકીયા,  વોર્ડ નં. ૯ માં શીવપરા ખાતે કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, પુષ્કર પટેલ,  વિક્રમ પુજારા,  વોર્ડ નં.૧પ માં ચુનારાવાડ ખાતે કિશોર રાઠોડ, વોર્ડ નં.૧ માં રૈયા ધાર ખાતે નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૧રમાં સરસ્વતી નગર ખાતે ડો. પ્રદીપ ડવ સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી હલ્દી દુધ તેમજ માસ્ક વિતરણ કર્યૂ હતું. આ તકે નિતીન ભુત, અશ્વીન પાંભર, કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, બીપીન બેરા, ડંો. દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, પ્રદીપ નીર્મળ, વીરેન્દ્ર ભટૃ, હીરેન સાપરીયા,  રક્ષાબેન વાયડા, દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાઘ્યાય, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, ભીખુભાઈ ડાભી, પાંચાભાઈ વજકાણી, વરજાંગ હુંબલ, ડો. મેઘાવીબેન સીંધવ, ગીતાબેન પારઘી, નાનજીભાઈ પારઘી, હિતેશ મારૂ, કાનભાઈ ખાણધર, જયરાજસિહ જાડેજા, હીરેન ખીમાણીયા, ડો. અલ્પેશ મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, લલીત વાડોલીયા, રાજુભાઈ માલધારી,  રસીકભાઈ કાવઠીયા, મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, અસ્મીતાબેન દેલવાડીયા, મગનભાઈ સોરઠીયા, કીશન ટીલવા, નરસીભાઈ કાકડીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:06 pm IST)