Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વાયરીંગ કરાવ્યું, પૈસા ઉપાડવા એટીએમમાં ગયા ત્યાં જ ભડકો થયોઃ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે બાઇક સળગ્યું

દિલબહાદુર સોનીનું બાઇક સળગતાં લોકોના ટોળા એકઠા થયાઃ ફાયર બ્રિગેડે આગ બુઝાવી

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ઇગલ ટ્રાવેલ્સ નજીક બપોરે એક બાઇક અચાનક સળગી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બાઇકના માલિક દિલબહાદુર કે. સોનીના કહેવા મુજબ બાઇકમાં થોડો ફોલ્ટ હોઇ પંચાયત ચોકમાં કન્યા છાત્રાલય પાછળ રિપેર કરાવવા મુકયું હતું. વાયરીંગમાં ફોલ્ટ હોઇ જેથી ગેરેજમાં કારીગરે રિપેરીંગ કર્યુ હતું. રિપેર થઇ ગયા બાદ પોતે બાઇક લેવા ગયેલ અને પૈસા ચુકવવાના હોઇ પુરતા પૈસા ન હોઇ બાઇક લઇ પોતે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતાં. પૈસા ઉપાડીને બહાર આવ્યા ત્યાં જ તેમનું હોન્ડા શાઇન બાઇક સળગી ગયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરતાં તાકીદે બંબો પહોંચ્યો હતો. પરંતુ એ પહેલા બાઇકમાં ભારે નુકસાન થઇ ગયું હતું. તસ્વીરમાં સળગી રહેલું બાઇક અને આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો જોઇ શકાય છે.

(3:06 pm IST)