Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામનગર રોડ રેલવેના ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી અજાણ્યા પ્રૌઢની લાશ મળીઃ વાલીની શોધ

ગાંધીગ્રામ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરીઃ ઝેરી દવા પીધાની શંકા

રાજકોટ, તા. ૩૧ :. જામનગર રોડ પર રેલવેના ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર રેલવેના ફુટબોલ ગ્રાઉન્ડમાં આશરે ૫૦ વર્ષના અજાણ્યા પ્રૌઢ બેભાન હાલતમાં પડયા હોવાની ગ્રાઉન્ડમાં વોકીંગ કરવા આવેલા એક જાગૃત નાગરીકે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે તાકીદે સ્થળ પર પહોંચી તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ ઈન્ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એચ.વી. સોમૈયા અને રાઈટર અર્જુનભાઈ આહીરે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડી તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. પ્રૌઢનું ઝેરી દવા પીવાના કારણે મૃત્યુ નિપજ્યુ હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે. તેણે સફેદ શર્ટ, ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઈ આ પ્રૌઢના સગાસંબંધી હોય તો મોબાઈલ નંબર ૮૭૮૦૬ ૭૫૮૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:09 pm IST)