Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભગવતીપરા નદીના પટમાં ઘોડીપાસાનો જુગાર રમતા છ શખ્સો પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડો : જુમા, નરેન્દ્ર, રમેશ, યુસુફ, અયુમ અને શૈલેષની ધરપકડ

રાજકોટ,તા.૩૧: ભગવતીપરામાં નદીના પટમાં બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં. ૫ ના ખુણે નદીના પટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ. સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, અને મયુરસિંહ જાડેજાએ બાતમી મળતા નદીના પટમાં દરોડો પાડી જાહેરમા ઘોડીપાસાનો જુગાર રમતા ભગવતીપરા શેરી નં.૧૦ના જુમા જીવાભાઇ ઠેબેપુત્રા (ઉવ.૪૩), રામાપીર ચોકડી ધરમનગર કવાર્ટરના નરેન્દ્ર આસાનદાસભાઇ મોજવાણી (ઉવ.૪૩), ભગવતીપરા શેરી નં. ૭ના રમેશભાઇ કાનાભાઇ લાવડીયા (ઉવ.૩૧), સદરબજાર ઇગલ પેટ્રોલ પંપ સામે રહેતા યુસુફ હબીબભાઇ ખેબર (ઉવ.૪૫), મોચી બજાર પોસ્ટ ઓફીસવાળી શેરીના અયુમ ફીરોઝભાઇ શીશાંગીયા (ઉવ.૧૯) અને ભગવતીપરા વિજયવન સોસાયટીના શૈલેષ બાબુભાઇ પીપળીયા (ઉવ.૫૨)ને પકડી લઇ રૂ. ૧૬,૩૯૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એમ.જાડેજા, હેડ કોન્સ. કે.કે.નિકોલા, કોન્સ. સત્યજીતસિંહ, મયુરસિંહ, દિવ્યરાજસિંહ તથા ભાનુશંકરભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:10 pm IST)