Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બોગસ માર્કશીટ કૌભાંડના ગુનામાં પકડાયેલ ચાર આરોપીની જામીન અરજી અને ત્રણના આગોતરા નામંજૂર

રાજકોટ તા. ૩૧ :.. બોગસ માર્કશીટ કૌભાંડના આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી દીધી હતી.

ગત તા. ૭-પ-ર૧ ના રોજ રાજકોટ એસ. ઓ. જી. પોલીસે વિશ્વકર્મા સોસાયટી શેરી નં. પ સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા આરોપી ભાવીક પ્રકાશભાઇ ખત્રીના ઘેરે રેઇડ કરતા ત્યાંથી ઉતર પ્રદેશની ધોરણ ૧૦ તથા  ધોરણ ૧ર ની બોગસ માર્કશીટ તથા બોગસ સર્ટીફીકેટ કબ્જે કરેલ અને આરોપીની ધરપકડ કરેલ તે ગુન્હામાં પોલીસે અન્ય આરોપીઓ હરીકૃષ્ણ રાજેશભાઇ ચાવડા રહે. સત્યમ પાર્ક ૮૦ ફુટ રોડ વાળા તથા આરોપી પ્રિતેશ ગણેશભાઇ ભેંસદીયા રહે. ઉદયનગર વાળા, તથા આરોપી વાસુ વિજયભાઇ પટોળીયા રહે. શ્રીરામ પાર્ક નાના મવા રોડ, વાળો તથા આરોપી સુરેશ દેવજીભાઇ પાનસુરીયા રહે સુરત વાળાની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ.

જેલમાંથી રેગ્યુલર જામીન અરજી કરેલ અને આ ગુન્હાના અન્ય આરોપી તથા પ્રફુલભાઇ અરજણભાઇ ચોવટીયા તથા દિલીપભાઇ ખીમજીભાઇ ઉર્ફે ખીમાભાઇ રામાણી તથા સુરેશભાઇ મગનભાઇ વસોયા એ આગોતરા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપીઓએ બોગસ માર્કશીટ બનાવી વિદ્યાર્થીઓના હીત સાથે ચેડા કરેલ છે. આવા સમાજ વિરોધી ગુન્હેગારોને જામીન આપવા જોઇએ નહી. તે રજૂઆતને ધ્યાને લઇ સેશન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ આરોપીઓની જામીન અરજી  રદ કરેલ છે.

આ કામમાં એપીપી મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતાં.

(3:11 pm IST)