Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નવી શિક્ષણ નીતિ પડકારરૂપ છતાં શાળાઓની કાયાકલ્પ થશે : નવનિયુકત પદાધિકારીઓ કટીબધ્ધ

શિક્ષણ સમિતિના ચેરમેન પદે અતુલ પંડીત : વાઇસ ચેરપર્સન સંગીતાબેન છાયા : કોર્પોરેટરો - પદાધિકારીઓની શુભેચ્છા

રાજકોટ તા. ૩૧ : મ.ન.પા.ની શિક્ષણ સમિતિના ચેરમેન પદે પૂર્વ કોર્પોરેટર અતુલ પંડીત તથા ભાજપ મહિલા અગ્રણી સંગીતાબેન છાયાની વાઇસ ચેરમેન પર્સન પદે આજે સવારે મળેલી શાળા બોર્ડની બેઠકમાં વરણી થઇ હતી ત્યારે સમિતિના નવનિયુકત સુકાનીઓએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કાળને લીધે ઓનલાઇન શિક્ષણ ચાલુ છે અને આવનારા દિવસોમાં સરકાર નવી શિક્ષણ નીતિ અમલમાં લાવી રહી છે ત્યારે નવો પડકાર ઝીલીને સમિતિની ૧૦૦ જેટલી શાળાઓના શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને શાળાઓની કાયાકલ્પ કરવાનું આયોજન છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટમાં કુલ ૧૫ સદસ્યોની જગ્યા છે. જેમાંથી ૧૨ સદસ્યોની જગ્યા માટે ચુંટણી કરવાની થાય અને ૩ સદસ્યોની જગ્યા સરકારશ્રી દ્વારા નિયુકિત કરવાની હોય છે, જેના અનુસંધાને મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવએ નિયમ અનુસાર ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ઘ કરેલ.

ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજ તા.૩૧/૦૫/૨૦૨૧ના રોજ મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની વરણી અંતર્ગત ચુંટણી યોજાયેલ. જેમાં અધ્યક્ષ તરીકે અતુલભાઈ પંડિત, અને ઉપાધ્યક્ષ તરીકે સંગીતાબેન છાયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. અધ્યક્ષ તરીકેની દરખાસ્ત ડો.પિનાબેન કોટક તરફથી ડો.મેઘાવીબેન સિંધવના ટેકાથી રજુ થયેલ જયારે ઉપાધ્યક્ષ તરીકેની દરખાસ્ત બી.એમ.પારેખ તરફથી જે.ડી. ભાખરના ટેકાથી રજુ થયેલ.

આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ નવનિયુકત શિક્ષણ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહેલ.(૨૧.૨૮)

ચેરમેન -વા.ચેરમેન બંને ગ્રેજ્યુએટઃ બન્નેનો ટંૂકો પરિચય

અતુલ પંડિત ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી વોર્ડ નં. ૨ના કોર્પોરેટર રહી ચૂકયા છે : સંગીતાબેન છાયા ગત ટર્મમાં શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી

રાજકોટ : આજે જાહેર થયેલ શિક્ષણ સમિતિના નવનિયુકત ચેરમેન અતુલ પંડિત (B.Sc) અને વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા (B.A) બન્ને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. અતુલ પંડિત ૨૦૦૫થી ૨૦૧૦ સુધી વોર્ડ નં. ૨ના કોર્પોરેટર તરીકે રહી ચૂકયા છે. જ્યારે સંગીતાબેન છાયા ગત ટર્મમાં શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી.

અતુલભાઇ પંડિત :  બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક એટલે ગળથુથીમાં સંઘના સંસ્કાર તથા એ.બી.વી.પી. કાર્યકર્તા, ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી કોર્પોરેટર તરીકે રહેલ. જેમાં આરોગ્ય ચેરમેન તથા કાયદો નિયમન ચેરમેન તરીકે જવાબદારી નિભાવેલ. હાલમાં વોર્ડ નં. ૨ના વોર્ડ પ્રમુખ છે. તેઓ બ્રહ્મસમાજ, નાગરિક બેંક, વિજય બેંક તથા અન્ય વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

સંગીતાબેન છાયા : ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ અને વોર્ડ નં. ૧૦માં સક્રિય છે. ગત ટર્મમાં રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવેલ છે. (૨૨.૨૭)

શિક્ષણ સમિતિના સભ્યો

૧  રવિન્દ્ર ભવાનભાઈ ગોહેલ

૨  ડો.મેઘાવીબેન માંડણભાઈ સિંધવ 

૩  ધૈર્ય મનીષભાઈ પારેખ

૪  જયંતીલાલ ધરમશી ભાખર

૫  જાગૃતિ સંદીપભાઈ ભાણવડીયા

૬  સંગીતા વિજયભાઈ છાયા

૭  ડો.પીનાબેન ઘનશ્યામભાઈ કોટક

૮  અતુલકુમાર મનસુખભાઈ પંડિત

૯  કિરીટકુમાર જયેન્દ્રસિંઘ ગોહેલ

૧૦ વિજય દિનેશભાઈ ટોળીયા

૧૧ તેજસ અનિલભાઈ ત્રિવેદી

૧૨ કિશોરકુમાર ભવાનભાઈ પરમાર

૧૩ ડો. અશ્વિન દૂધરેજિયા

૧૪ ફારૂકભાઈ બાવાણી

૧૫ શરદભાઈ તલસાણીયા

આજદિન સુધીના શિક્ષણ સમિતિના ચેરમેનોની યાદી

ક્રમ  ચેરમેનશ્રીનું નામ               સમયગાળો

૧.   વિનોદભાઇ બુચ        ૦૬/૪/૧૯૬૬ થી ૦૮/૭/૧૯૬૬

૨.   ભગવાનજીભાઇ કોટક  ૨૯/૭/૧૯૬૬ થી ૪/૧૧/૧૯૭૦

૩.   વાસંતીબેન શાહ       ૨૪/૧૧/૧૯૭૦ થી ૭/૩/૧૯૭૪

૪.   એડમિનિસ્ટ્રેટર          ૧૩/૮/૧૯૭૪ થી ૧૬/૨/૧૯૭૬

૫.   સતિષચંદ્ર જોષી        ૧૭/૨/૧૯૭૬ થી ૧૫/૨/૧૯૭૮

૬.   કાંતિલાલ રાણપરા     ૧૬/૨/૧૯૭૮ થી ૫/૧૦/૧૯૮૧

૭.   ગોવિંદભાઇ પટેલ      ૬/૧૦/૧૯૮૧ થી ૨૪/૨/૧૯૮૯

૮.   ઠાકરશીભાઇ પટેલ     ૨૫/૨/૧૯૮૯ થી ૫/૧/૧૯૯૬

૯.   હિતેષભાઇ પંડયા      ૬/૧/૧૯૯૬ થી ૧૪/૧૧/૧૯૯૭

૧૦. કિરીટભાઇ પાઠક       ૨૫/૧૧/૧૯૯૭ થી ૧૧/૩/૨૦૦૧

૧૧. નાથાભાઇ બી. કિયાડા  ૧૨/૩/૨૦૦૧ થી ૮/૧૨/૨૦૦૩

૧૨. લાભુભાઇ એન. ખીમાણીયા ૮/૧/૨૦૦૪ થી ૨૭/૪/૨૦૦૬

૧૩. મુકેશભાઇ પી. દોશી    ૨૮/૪/૨૦૦૬ થી ૨૧/૧૧/૨૦૦૬

૧૪. માવજીભાઇ બી. ડોડીયા    ૩/૧૨/૨૦૦૬ થી ૭/૩/૨૦૧૧

૧૫. દેવાંગભાઇ માંકડ       ૮/૩/૨૦૧૧ થી ૧૭/૫/૨૦૧૬

૧૬. નરેન્દ્રસિંહ એન. ઠાકુર  ૧૮/૫/૨૦૧૬ થી ૩૧/૫/૨૦૨૧

૧૭. અતુલભાઇ પંડિત      ૩૧/૫/૨૦૨૧ થી

(3:40 pm IST)