Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજકોટ સિવીલમાં બાળકો માટે ર૦૦ બેડની હોસ્પીટલઃ કલેકટર

સમરસમાં ૪૦૦ બેડ સ્ટેન્ડ બાયઃ ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૃઃ ઓકસીજન ઉપર પણ ખાસ ફોકસ

રાજકોટ, તા., ૩૧: રાજકોટ કલેકટરે આજે એક ખાનગી ચેનલની મુલાકાતમાં ઉમેર્યુ હતું કે કોરોનાની ત્રીજી લહેર અંગે અમે તૈયારીઓ શરૂ કરી છે. આ માટે રાજકોટ સિવીલમાં બાળકો માટે અલગથી ર૦૦ બેડના વોર્ડ ઉભા કરી રહયા છીએ. તેમજ સમરસ ખાતે ૪૦૦ બેડ સ્ટેન્ડ બાય રખાશે.

કલેકટરે જણાવેલ કે ત્રીજી લહેર આવશે કે નહી આવે તે નક્કી નથી. પરંતુ અમે તૈયારી કરી રહયા છીએ. તેમજ દવા, પુરતો સ્ટાફ, બાળકોના નિષ્ણાંત ડોકટરો, પ્રાઇવેટ ડોકટરો સાથે મીટંીંગો થશે. હાલ કુલ ૬૦૦ બેડની તૈયારી રહેશે. કલેકટરે જણાવેલ કે ધારાસભ્યો-મુખ્યમંત્રીની ગ્રાંટ, ટોરેન્ટ ફાર્મા, અન્ય સંસ્થાઓ વિગેરે દ્વારા અપાતા ઓકસીજન પ્લાન્ટ ઉભા કરવા ઉપર હાલ ખાસ ફોકસ કરાયું છે. તેમણે ઉમેર્યુ હતું કે કોવીડના રાજકોટના સ્પે. નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા બે દિવસમાં આવ્યે બધુ ફાઇનલ કરી લેવાશે.

(4:57 pm IST)