Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શહેર ભાજપ દ્વારા મૂકબધિર બાળકોને ભોજન

 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સાત વર્ષ પુર્ણ થવાના અવસરે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની યાદગાર ઉજવણી કરવામાં આવેલ હતી. ત્યારે આ સેવાકાર્યો અંતગર્ત વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર મુકબધિર બાળકોની સંસ્થા ખાતે બાળકોને ભોજન કરાવેલ હતું. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશ હુંબલ, વોર્ડના પ્રભારી દીનેશ કારીયા, વોર્ડ પ્રમુખ રજની ગોલ, વોર્ડ મહામંત્રી હરેશ કાનાણી, કોર્પોરેટર નીરૂભા વાઘેલા, સંગીતાબેન છાયા, અશ્વીન ભોરણીયા, નીતાબેન વઘાશીયા, નીરજ પટેલ, ભરતસિંહ જાડેજા, હેમાંગ માંકડીયા, વ્યોમ, વ્યાસ, સંજય વાઘર, કાનાભાઇ ચૌહાણ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(4:59 pm IST)