Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતો અનોખો સેવાયજ્ઞ

રોલેકસ એસ.એન.કે. હોસ્પિટલને ૨૫ લાખનો સહયોગ

રાજકોટ,તા. ૩૧: મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન 'સેવા' શબ્દને સાર્થક કરતી કામગીરી રહ્યું છે. સંસ્થાની અનેક પ્રવૃતિઓ પૈકી તાજેતરમાં વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત દેશભરમાં કપરી પરિસ્થિતીનું નિર્માણ સાથે ચિંતાજનક કસોટી કરી. ત્યારે આ સંસ્થા દ્વારા રોલેકસ -એસએનકે કોવિડ સેન્ટરમાં સંપૂર્ણ સુવિધા સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી.

મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન મેડીકલ સ્ટોર્સ પણ રોલેકસ એસએનકે કોવિડ સેન્ટરમાં કાર્યરત છે. જેના દ્વારા દાખલ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે.

મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૫ લાખનો આર્થિક સહયોગ આપવામાં આવ્યો અને આનંદના સમાચાર એ છે કે આ રકમના ઉપયોગથી અત્યાર સુધીમાં ૨૫૦ દર્દીઓને સમયસર સારવાર મળી અને સાજા થયા. આ સંસ્થાએ આ દર્દીઓનો તમામ ખર્ચ ઉઠાવેલ છે. જેમાં ઇન્જેકશનો તેમજ દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓકિસજન બાટલા, બાય -પેપ વેન્ટીલેટર, ઓકિસજન ફલોમીટર, દર્દીઓનો ખોરાક, ફળ, જયુસ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માસ્ક, સેનીટાઇઝર અને સ્ટીમ મશીનની વિતરણ પણ કરાયેલ છે.

વિશેષમાં એમ.ટી.એમ.એફ દ્વારા એનોકસપેરીન, મેથીલ્પ્રીડેનીસોલોન, સીફોપ્રેરાઝોન એન્ડ સુલ્બાકટમ, હેપારીન ૨૫,૦૦૦ આઇયુ, પીપેરાસીલીન + ટઝોબેકટીમ, મેરાપેનેમ જેવા લાઇફ સેવિંગ્ઝ ઇન્જેકશનો બહોળી સંખ્યામાં કુલ ૨૧૮ દર્દીઓને સારવાર માટે વિનામૂલ્યે આપવામાં આવ્યા છે.

મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં અનેક વિધ પ્રવૃતિ સફળતાથી હાથ ધરાયેલ છે. જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને શૈક્ષણિક માર્ગદર્શન, ઝુંપડપટ્ટીના બાળકો માટે દેશભકિતની ભરપુર 'ઉરી' ફિલ્મ શો, આકાશવાણી, દુરદર્શનમાં સામજિક જાગૃતિના કાર્યક્રમોનું પ્રસારણ, જરૂરીયાતમંદ દર્દીઓને આર્થિક સહાય, મંદિર નિર્માણ સહિત ધાર્મિક સંસ્થાઓને આર્થિક સહયોગ, વેન્ટીલેટર, ઓકિસજનના બાટલાનું વિતરણ, ધોમધખતા તાપમાં જરૂરિયાતમંદોને છત્રીનું વિતરણ, પૂરની આફતમાં તાલપત્રીનું વિતરણ, માસ્ક-સેનીટાઇઝરનું નિઃશુલ્ક વિતરણનો સમાવેશ થાય છે.

સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નાફકલ (ન્યુ દિલ્હી)ના અધ્યક્ષ અને સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન અનેક કાર્યો કરી રહી છે અને દરેક જરૂરિયાતમંદો માટે સંકટ સમયની સાચી અને આવશ્યક સાંકળ પુરવાર થઇ રહી છે.

સમગ્ર પ્રોજેકટમાં ડો.જીતેન્દ્રભાઇ અમલાણીનું સતત માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના અદના કાર્યકર રાહુલભાઇ મહેતા, ઉપરાંત ધનરાજભાઇ મહેતા, મેઘાબેન મહેતા, અજયભાઇ વાળા, હેમાલીબેન ખોખાણી, ભરતભાઇ કાપડીઆ, કમલેશભાઇ મહેતા, અલ્પેશભાઇ મહેતા, દિનેશભાઇ ગોહિલ, ભાવિનભાઇ વર્મા, મેહુલભાઇ મહેતા, પ્રશાંત લાઠીગરા, દિશાંકભાઇ શાહ, જયેશભાઇ મહેતા સતત કાર્યરત રહી સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ સાકાર કરી રહ્યા છે.

(5:00 pm IST)