Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બેડી યાર્ડમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ટોકન બાદ વેંચાણ અર્થે લાવી શકાશે

રાજકોટ તા.૩૧ : હાલની પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ ખેત પેદાશઃ ઘઉં-મગફળી-લશણ-ચણા માર્કેટ યાર્ડ રાજકોટમાં વેચવા માટે ઓનલાઇન APMC RAJKOT એપ્લીકેશન ઉપર અગાઉ જેમ રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હતું તે મુજબ જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી ટોકન નંબર મેળવી લેવાનો રહેશે. અને આવેલ એસએમએસની સુચના મુજબ જેત ેતારીખ અને સમયે માર્કેટ યાર્ડ-રાજકોટ (બેડી)માં ઘઉં-મગફળી-લશણ-ચણા વેચાણ અર્થે લાવવાના રહેશે.

ઉપરોકત વ્યવસ્થા /રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલ છે જે મુજબ તા.૧/૬/ર૦ર૧ થી ઉભા વાહનમાં ખેતપેદાશઃ ઘઉં-મગફળી-લશણ-ચણા પેકી જે જણસીના એસએમએસથી સુચના આપવામાં આવે તેને પ્રવેશ આપીને તેની હરરાજીથી વેચાણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઘઉં-મગફળી-લશણ-ચણાના રજીસ્ટ્રેશન મુજબના ટોકન સિવાયના વાહનોને માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે. નહી.

મેળવેલ એક જ ટોકનમાંં એક જ વાહનને માર્કેટ યાર્ડમાં પ્રવેશ કરાવી ક્રમવાર સુચના મુજબ ઉભા રાખવામાં આવશે.

અન્ય ખેતપેદાશોની માર્કેટ યાર્ડમાં આવક રોજબરોજ જાહેર કરવામાં આવતી સુચના મુજબ લાવવાની રહેશે.

કોરોના સંક્રમણ બાબતેના નિયત કરેલ નિયમોનું પાલન નહી કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. તેમ સેક્રેટરીશ્રીએ જણાવ્યું છે.

(5:01 pm IST)