Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આજે વિશ્વ તંબાકુ નિષેધ દિવસઃ વ્યસન મુકત બનીએ :ડો. રાજેશ્વરીબેનની અપીલ

રાજકોટ તા. ૩૧ : આજે વિશ્વ તમ્બાકુ નિષેધ દિને મ.ન.પા.ની આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રી ડોડીયાએ જણાવ્યું હતું કે ૯૭% થતા મોઢામાં કેન્સરનું કારણ વ્યસન જ હોય છે તંબાકુમાં રહેલ નિકોટીન દ્રવ્ય શરીર માટે ખુબ હાનિકારક છે.વ્યસન માત્ર વ્યકિતને શારીરીક રીતે જ પરંતુ આર્થિક રીતે સામાજિક રીતે પણ ભાંગી નાખે છે યુવાનોને ખાસ કહેવાનું કે તમે દેશનું ભવિષ્ય છો દેખા દેખીમાં આવી ખુદને વ્યસનની ચુગલમા ના ફસાવો ે અંતમાં આજે વિશ્વ તંબાકુ નિષેધ દિવસેઆવો સૌ સાથે મળી સંકલ્પ કરીએકે આવનારી પેઢીને સ્વચ્છ સ્વાસ્થ્ય વર્ધક વાતાવરણ સાથે વ્યસન મુકત વાતાવરણ બનાવવા ડો. રાજેશ્વરીબેનએ અપીલ કરેલ છે.

(5:04 pm IST)