Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વધુ એક પાણીકાપઃ તા.ર અને તા.પ જુને એમ બે દી' પાંચ વોર્ડમાં વિતરણ નહી થાય

વોર્ડ નં. ર (પાર્ટ) , ૭ (પાર્ટ), ૮ (પાર્ટ) , ૧૦ (પાર્ટ) અને ૧૧ (પાર્ટ)માં પાણીકાપ જાહેર કરતુ તંત્ર

રાજકોટ, તા., ૩૧: તંત્ર વાહકો પાણીના ટાંકાની સફાઇના બહાને શહેરમાં એક-પછી એક એમ પાણીકાપ જાહેર કરી રહયા છે. જે અંતર્ગત આગામી તા.ર અને પ જુને પાંચ જેટલા વોર્ડમાં બે દિવસનો પાણીકાપ જાહેર કર્યો છે.

આ અંગે વોટર વર્કસ વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર તા. ર જુન તથા તા.પ જુનનાં રોજ ૪ જેટલા પાણીના ટાંકાની સફાઇની કામગીરી કરવાની હોય, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ તથા સોજીત્રાનગર પમ્પીંગ સ્ટેશન આધારીત વોર્ડ નં. ર (પાર્ટ), ૭ (પાર્ટ), ૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) ના વિસ્તારોમાં તા.ર જુન તથા તા.પ જુનના રોજ પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

આમ તંત્ર વાહકોએ પાંચ વોર્ડમાં બે દિવસને ઓચિંતો પાણીકાપ જાહેર કર્યો છે જેમાં સમાવિષ્ટ વિસ્તારો આ મુજબ છે.

કયા કયા વિસ્તારોમાં અસર થશે

વોર્ડ નં. ર ના પત્રકાર  સોસાયટી, એરપોર્ટ ફાટક, અમરજીત નગર, ગીતગુર્જરી, વીમાનગર, નિરંજન, છોટુનગર, મફતીયા પરા, ઇન્કમટેકસ સોસાયટી, કલ્યાણ પાર્ક, નવયુગ સોસાયટી, હરી પાર્ક, વોર્ડ નં.૭નાં કિશાનપરા સોસાયટી, શકિત સોસાયટી, ન્યુ જાગનાથ, જુનુ જાગનાથ, પંચનાથ પ્લોટ, ભીલવાસ, રામકૃષ્ણનગર, વિદ્યાનગર મેઇન રોડ, મંગળા રોડ સહીતના અડધા વિસ્તારો તથા  વોર્ડ નં. ૮ ના આમીદનગર, કૈલાશનગર, તપોવન સોસાયટી, સોજીત્રાનગર, મિલન સોસાયટી, નર્મદા પાર્ક, અંબીકા પાર્ક, સેતુબન્ધ, ગુજરાત હા. બોર્ડ (ભાગ-ર) તથા  વોર્ડ નં. ૧૧ના ગોલ રેસી. ઓમરેસી. સીલ્વર ગોલ્ડ, અંબીકા ટાઉનશીપ, અવની એપાર્ટમેન્ટ, હેરીટેજ, જીવરાજ પાર્ક, અમી રેસી સહીતના વિસ્તારોમાં અસર થશે.

(5:04 pm IST)