Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મ્યુકરમાઇકોસીસ રોગની સારવાર માટેના AMPHOTERICIN B Injectionના કાળાબજાર કરનાર 14 શખ્સોની ટોળકીને પકડી પાડતી રાજકોટ શહેર એસઓજી ટીમ :પીઆઇ આર.વાય.રાવલ અને પીએસઆઈ એમ.એસ. અન્સારી તથા ટીમને સફળતા 101 ઇન્જેક્શન કબ્જે

સતત 3 દિવસ રાત દોડધામ કરી ગુન્હાના મુળ સુધી પહોચતી રાજકોટ શહેર એસઓજી ટીમ : અંકલેશ્વરની LYKA LABS Limited કંપનીમાં નોકરી કરતા કર્મચારીની પણ સંડોવણી: તે કંપનીમાંથી ઇન્જેકશન અને પેકિંગ મટીરીયલ્સની ચોરી કરી કાળા બજારમાં ઉંચી કિમતે વેચાણ : કરતા હતાં સુરતને હાર્દીક પટેલ મુખ્ય ભેજાબાજ: કાળાબજારીના સમગ્ર કારસ્તાનને આપ્યો હતો અંજામ મહામારી સમયમાં ભગવાનનું સ્વરુપ ગણાતા ડોકટરોની સેવાને બની બેઠેલ ડોકટરોએ લાંછન લગાવ્યું: એસઓજી ટીમને ઇનામ અપાયું

રાજકોટઃ હાલમાં વિશ્વ માં કોવીડ-૧૯ની મહામારી ફેલાયેલ છે. અને ભારત અને ગુજરાતમાં પણ કોવીડ ૧૯ ના વ્યાપક પ્રમાણ માં કેસો આવેલ છે. અને આ કોવીડ- ૧૯ ના દર્શીઓ પૈકી અમુક વ્યક્તીઓને મ્યુકરમાઇક્રોસીસ “ફંગસ” પણ થાય છે જેને પણ સરકારશ્રીએ મહામારી જાહેર કરેલ છે. અને આ મયુકરમઇક્રોસીસ ની બીમરીથી બીમાર થયેલ વ્યક્તીઓને તેઓના વજન પ્રમાણે ઇન્જેકશનો ૬૦ થી ૧૫૦ જેટલા ઇન્જેકશનો આપવાના થતા હોય છે જેના કારણે મ્યુકરમાઇક્રોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેકશનોની રાજયમાં દરેક દર્દીઓને આ ઇન્જેકશનો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકારે ઇન્જેકશન હોસ્પીટલથીજ દર્દીઓને આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે. અને મેડીકલ સ્ટોરથી હાલ વેચાણ બંધ કરેલ છે. આ સ્થીતીનો લાભ લઇ કેટલાક લેભાગુ તત્વો આવી ગંભીર મહામારીના સમયમાં પણ ફકત તેના આર્થીક ફાયદા સારૂ ઉપરોકત ઇન્જેકશનો તથા અન્ય દવાઓની કાળાબજારી નુ રેકેટ ચલાવતા હોય છે જે બાબતે ભારત સરકાર તેમજ રાજય સરકાર પણ ચીંતીત છે અને માનનીય વડાપ્રધાન શ્રી એ પણ રાજયોના માનનીય મુખ્ય મંત્રીશ્રીઓને પણ વર્ચયુઅલ મીટીંગમાં દવાઓના કાળા બજાર રોકવા અને આવા આરોપીઓ ઉપર સખત કાર્યવાહીકરવા સુચનાઓ આપેલ હતી. જેથી રાજય સરકાર દ્વારા આવી કાળાબજારી અટકાવવા રાજયના દરેક અલગ અલગ વિભાગોને જરૂરી સુચનાઓ કરેલ છે. તેમજ ગુજરાત રાજયના ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયાએ પણ રાજય પોલીસને આવી બ્લેક માર્કેટીંગ અટકાવવા અને આવ ગુન્હા આચરતી ટોળકીઓને શોધી સખત કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ છે તેમજ આ બાબતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલએ રાજકોટ શહેરના તમામ અધિકારીઓને આબાબતે ખાશ સુચના આપેલ અને જાતેથી સુપરવિઝન રાખી અને રોજ બરોજ આ કામગીરીની સમીક્ષા કરી ફોલોઅપ લેવામા આવતુ હતુ તેમજ આવી કાળા બજાર કરતી ટોળીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપતા હતા.

 પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ શ્રી ડી. વી. બસીયા એ હાલમાં કોવીડ-૧૯ ની મહામારી બાદ મ્યુકરમાઇકોસીસ રોગની મહામારી ફેલાયેલ હોય અને આ રોગમાં સારવારમાં લેવાતા ઇન્જેકશન AMPHOTERICIN B નુ બ્લેકમાર્કેટીંગ થતુ હોય જેથી આવા બ્લેક માર્કેટીંગ કરનાર ટોળી ને પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના આધારે એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલ સાહેબે એસઓજી ના સ્ટાફ ને તા.૨૭/૦૫/૨૦૨૧ ના રાત્રીના સમયે રોલફોલ રાખી માર્ગદર્શન આપી આવા ઇસમોને શોધ કરવા જણાવેલ હોય જે આધારે એસઓજી ના પો. સબ ઇન્સ. એમ. એસ. અંસારી ની ટીમ ના પો. કો. મહમદઅઝરૂદીન બુખારી તથા સીરાજભાઇ હાજીભાઇ ચાનીયા ને હકીકત મળેલ કે, મ્યુકરમાઇકોસીસ રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતા AMPHOTERICIN B નુ બ્લેકમાં રાજકોટ રૈયારોડ, સેલસ હોસ્પીટલ પાસે મેહુલ ગોરધનભાઇ કટેસીયા કે જેની પાસે એકટીવા મો.સા. જેજે-૦૩-એલસી-૯૫૬૧ નુ છે તે વેચાણ કરે છે. જેથી પો. સબ ઇન્સ. એમ.એસ.અંસારી એ પોતાની ટીમ સાથે તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ ડમી ગ્રાહક મોકલી ઇન્જેકશન મંગાવતા AMPHOTERICIN B કે જે ઇન્જેકશન ની કિરૂ. ૩૪૫/- છે તે ઇન્જેકશન રૂ.૬૫૦૦/- માં એક ડમી ગ્રાહકને આપતા મજકુરને ડમી ગ્રાહકને આપેલ ઇન્જેકશન તથા તેની પાસેના બીજા એક ઇન્જેકશન એમ કુલ-૨ ઇન્જેકશન સાથે પકડી પાઠવામાં આવેલ તેમજ આ મેહુલને ઇન્જેકશન આપનાર તેમજ મુળ સુધી તપાસમાં પહોંચવા માટે આ બાબતે ડીસીબી પો. સ્ટે. જા. જોગ રજી. નં.૧૧/૨૧ તા.૨૮/૧૧/૨૦૨૧ થી દાખલ કરી જા. જોગ ની તપાસ દરમ્યાન ૧૪ વ્યક્તીઓની સંડોવણી જણાય આવેલ તેમજ AMPHOTERICINB ઇન્જેકશન નંગ-૩૧ તથા Liposomal Amphotericin-B ઇન્જેકશન નંગ-૫૯ તથા સ્ટિકર વગરના નંગ - ૧૧ મળી કુલ ઇન્જેકશન નંગ-૧૦૧ કબ્જે કરવામા આવેલ છે.

આ ગુનામાં પકડવામાં આવેલ AMPHOTERICINB ઇન્જેકશન નંગ-૩૧ ઇન્જેકશનો કે જેની બજાર કીમત ૩૫૦/ રુપીયા આસપાસ હોય તેને રુપીયા ૬૫૦૦ ની કિમતમાં વેચતા હતા તથા અન્ય મળી આવેલ LYKA Company ના LiposomalAmphotericin-B કે જે હાલ મ્યુકરમાયકોસીસની મહામારીમાં ઉપલ્બધ સરળતાથી ન હોય તે કંપનીમાંથી ચોરી કરી ઉચી કિંમતે વેચાણ કરતા હતા.

સદરહું તપાસ દરમ્યાન એસઓજી/પરોલ સ્ક્રોડ ની અલગ-અલગ ટીમો બનાવી ગોડલ, જસદણ, જેતપુર, સુરત, અંકલેશ્વર ખાતે છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન રાઉન્ડ ધ કલોક મહે પોલીસ કમિશનર સાશ્રી ના માગૅદશૅન મુજબ તપાસ સતત રાત-દિવસ ભુખ્યા તરસ્યા રહી એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ટીમો ફરતી રહેલ અને આ કામના આરોપીઓ ની કડી મેળવી પરીણામલક્ષી કામગીરી કરેલ છે.

નામ (1).મેહુલ ગોરધનભાઇ કટેશીયા ઉવ.રર ધંધો નરસીંગમાં નોકરી રહે. મીરાનગર શેરીનં-ર, મહાદેવના મંદીર ની બાજુમાં, રૈયા ચોકડી, રાજકોટ

ઇન્જેકશનની કંપનીનું નામ- AMPHOTERICIN B INJECRTION I.P., Lavicare so Injection 50 mg/vial, AVIAN Laboratories Pvt Limited,

ઇન્જેકશનની સંખ્યા -૨ (2) રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ વંસ જાતે કોળી ઉવ. ૨૫ ધંધો નર્સીંગસ્ટાફ રહે. માયાણીનગર આવાસ યોજના કવાટર્સન, ૧૨૮૨૪૭, રાજકોટ (3) અશોક નારણભાઇ કાગડીયા જાતે કોળી ઉવ, ૨૮ ધંધો નર્સીંગસ્ટાફ રહે. બંજરંગનગર વેકરીયાવાડી, જસદણ જી. રાજકોટ (4.) નિકુંજ જગદીશભાઇ ઠાકર જાતે બ્રાહ્મણ ઉવ.ર૧ ધંધો નોકરી રહે. હાલ ક્રિષ્ના કોવીડ હોસ્પીટલ, વિદ્યાનગર મે.રોડ રાજકોટ મુળ રહે. ગોલ્ડનપાર્ક-૩, ગજાનંદ જીનેસીસ સ્કુલ પાછળ, ખલીલપુરરોડ, જુનાગઢ (5). વત્સલ હરાજભાઇ બારડ જાતે રજપુત ઉવ.૨૨ ધંધો નોકરી રહે. લક્ષ્મીવાડી-૭ તેજભાઇના મકાનમાં ભાડેથી રાજકોટ મુળ છાછરગામ, તા. કોડીનાર, જી. ગીરસોમનાથ (6.) યશ દિલીપકુમાર ચાવડા અનુ.જાતિ ઉવ.૨૫ ધંધો હાલ કાંઇનહી રહે. શાંતિનિકેતન પાર્ક-૩ બ્લોક નં.૧૧૯, ૧૬, પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ (7). સાગર ચમનભાઇ કીયાડા પટેલ ઉ.વ-૨ ધંધો મેડીકલ એજેન્સી રહે. ભેડા પીપળીયા ગામ તા.જેતપુર (8) ઉત્સવ પિયુષભાઇ નીમાવત જાતે બાવાજી ઉવ. ૨૫ ધંધો પ્રા.નોકરી રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ પુનીત નગર શેરી નં-૧૨ “જય અંબે" ગોંડલ રોડ પાસે રાજકોટ (9) હૃદય મનસુખભાઇ જાગાણી જાતે.પટેલ ઉ.વ-૩૩ ધંધો સી.સી.ટી.વી કેમેરા રહે. શ્રધ્ધા સોસાયટી શેરી નં-૧ આહીર ચોક બાબરીયા કોલોની રાજકોટ મુળ.ગામ દેવળા તા.ગોંડલ જી.રાજકોટ, (10) હીરેન મનસુખભાઇ રામાણી જાતે પટેલ ઉવ.૩ર ધંધો દવાની એજન્સી રહે. ભેસાણ જીનપ્લોટ જી.જુનાગઢ અને (11) હાર્દીક મુકેશભાઇ વડાલીયા જાતે પટેલ ઉવ. ૩૦ ધંધો નોકરીરહે. સુરત મહાલક્ષ્મી સોસાયટી વિભાગનં ૧ મકાન નં ૧૪ પુણાસીમાડા રોડ યોગીચોક સુરત (12) શુભમ રામપ્રશાદ તીવારી જાતે પંડીત | બોટલ સ્ટકર વગરની તેમજ લાઇકા ઉવ.૨૫ ધંધો નોકરી રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ-૩ કેશવ પાર્ક આશીષ શેઠ ના (તીવારીપુર) શીંગરામ માઉ સોસા. થાના ફુલપુર જી. અલ્લાબાદ યુ.પી (13) વિશ્વાસ રાયસિંગ પાવરા જાતે ઇનજેકશનમાં વપારસમાં આવતી એસ.સી.એસ.ટી. ઉવ.૨૬ ધંધો નોકરી રહે. અંકલેશ્વર ગોપાલનગર નજીક વાલીયા રોડ કુમકુમ બંગલો મુળ ગામ લાકડીયા હનુમાન જાના સીરપુર જી.ધુલીયા મહારાષ્ટ્ર (14) અભીષેક કુમાર શ્રવણકુમાર શાહ ઉવ.૨૪ ધંધો નોકરી રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ-૩ કેશવ પાર્ક આશીષ શેઠ ના મકાનમાં ભાડેથી મુળ ગામ ડુમવલીયા ડીહ ગામ નારેના પશ્ચીમ ચંપારણ બીહારને પકડવામાં આવ્યા છે.

તપાસની વિગત આરોપીની વિગત તથા તેણે ભજવેલો ભાગ

1. મેહુલ ગોરધનભાઇ કટેશીયા ઉવ.રર ધંધો નર્સીંગમાં નોકરી રહે. મીરાનગર શેરીનં-ર, મહાદેવના મંદીર ની બાજુમાં, રૈયા ચોકડી, રાજકોટ વાળો મજકુર ધોરણ-૧૨ પાસ છે. રાજકોટ કોટેચા ચોકમાં આવેલ ગેટ વેલ સુન નામની કંપની જે નર્સીંગ સ્ટાફ તથા કેર ટેકર પ્રોવાઇડ કરે છે જે છે તેમા નોકરી કરે છે. એક દીવસના રૂ.૫૦૦/- પગાર છે. મિત્ર ગોપાલભાઇ વંસ કે જે અગાઉ માયાણીનગરમા આવેલ પ્રાઇવેટ હોસ્ટેલમા સાથે રહેતો જેથી પરીચયમાં આવેલ છે. અને મેહુલ રાજકોટ રૈયારોડ સેલસ હોસ્પીટલ પાસે AMPHOTERICIN B ઇન્જેકશન ની બ્લેક કરતો હોવાની હકકીત મળતા મજકુરને બે AMPHOTERICIN B ઇન્જેકશન એક ઇન્જેકશનની એમઆરપી રૂ.૩૪૫ છે તે રૂ.૬૫૦૦/- માં વેચતો મળી આવતા બે ઇન્જેકશન તથા એકટીવા મો.સા. સાથે પકડવામાં આવેલ છે. મજકુર સદરહુ ઇન્જેકશન રાયસીંગ ઉર્ફે ગોપાલ પાસેથી ખરીદ કરેલ અને તેની પાસેથી રૂ.૬૦૦૦/- ખરીદ કરેલ હતા અને તેની પાસેથી વધુ ઇન્જેકશન મંગાવેલ હતા. 2. રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ વંસ જાતે કોળી ઉ.વ.રપ ધંધો.નર્સીંગ સ્ટાફ રહે.માયાણી ક્વાર્ટર આર્યસમાજ મંદીરની સામે બ્લોક નં-૧ર,ચન્દ્રેશનગર મેઇન રોડ રાજકોટ મુળ ગામ ચમનવાડા ગામ પાસે સાદપોકાર ગામ તા.કોડીનાર જી ગીરસોમનાથ વાળા ૧૨ કોમર્સ તથા એચ.એ.ટી (હોસ્પીટલ આસીસ્ટન એન્ડ ટેક્નીશ્યન) નો કોર્ષ આલ્ફા એજ્યુકેશન, તાલાળા ખાતે દોઢ વર્ષનો કોર્ષ કરેલ છે. હાલમા કે.કે.વી હોલ પાસે કેન્કો કંપની છે જે દર્દીના ઘરે જઇ સારવાર અપાવે છે તેમા નર્સીંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. એક દિવસના રૂ.૭૦૦/- પગાર મળે છે. મીત્ર અશોકભાઇ કાગડીયા કે જે પણ રાજકોટમા જલારામ હોસ્પીટલમા નર્સીંગ સ્ટાફ મા નોકરી કરે છે. તેની સાથે ત્રણેક માસથી પરીચયમાં આવેલ છે. મજકુર રાયસીંગ ને AMPHOTERICIN B ઇન્જેકશન નંગ-૪ તથા હોન્ડા સીટી કાર સાથે માયાણીનગર ચોક ખાતે થી તા.૨૯/૦૫/૨૧ ના રોજ પકડવામાં આવેલ હતો. મજકુરે રૂ.૬૦૦૦/- લેખે ઇન્જેકશન નંગ-૨ મેહુલ ને આપેલ હતો અને વુધ ઇન્જેકશન નંગ-૪ આપવા આવતા પકડવામાં આવેલ છે. તેમજ મજકુર સદરહુ ઇન્જેકશન અશોક પાસે થી રૂ.૫,૦૦૦/- લેખે ખરીદ કરેલ હતા. તેમજ વધુ ઇન્જેકશન પણ અશોક પાસેથી મંગાવેલ હતા. ૩. અશોક નારણભાઇ કાગડીયા જાતે કોળી ઉવ. ૨૮ ધંધો નર્સીંગ સ્ટાફ રહે. બંજરંગનગર વેકરીયાવાડી, જસદણ જી. રાજકોટ વાળો ધોરણ-૧૨ પાસ છે. તેમજ જી.એન.એમ. (જનરલ નર્સીંગ મીડવાઇફ) નો બેંગલોર ખાતે કોર્ષ કરેલ છે અને હાલ રાજકોટમા જલારામ હોસ્પીટલ જે અમીનમાર્ગ પર આવેલ છે જ્યા ફ્લેક્સેસ હોસ્પીટલ છે તેમા ઓ.ટી. ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. તેમજ ક્રીષ્ના હોપ્ટલમા નીંગ ઇનચાર્જ તરીકે નોકરી કરતા નીકુજ ઠાકરના પરીચયમાં છએક માસથી આવેલ છે. મજકુરે ૬ ઇન્જેકશન ગોપાલને એક ઇન્જેકશનના રૂ.૫૦૦૦/- લેખે આપેલ હતા તેમજ વધુ ૫ ઇન્જેકશન આપવા માટે અમીન માર્ગના છેડે રેલ્વેના પુલ પાસે આવતા પકાડાય ગયેલ છે. તેમજ પોતે આ ઇન્જેકશન નિકુંજ પાસેથી રૂ. ૪૫૦૦/- માં ખરીદ કરેલ છે. તેમજ વધુ ઇન્જેકશન નંગ-૨૦ પોતે નિકુંજ પાસે મંગાવેલ હતા.

4. નીકુંજ જગદીશભાઇ ટાકર ઉવ -૨૦ રહે હાલ રાજકોટ ક્રિષ્ના કોવીડ હોસ્પીટલ હોસ્પીટલ મા વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ મુળ ગજાનંદ' બ્લોક નં.૪, ગોલ્ડન પાર્ક શે.નં.૩ જોષીપરા જીનીયશ સ્કુલની પાછળ ખલીપુર રોડ જુનાગઢ વાળો ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરી કોમ્યુટર એન્જીનીયર, ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ જુનાગઢ ખાતે અભયાસ કરેલ છે. તેમજ ડાયાલીસીસ ટેકનીશીયન નો કોર્ષ એક વર્ષનો સંતરામ ઇન્સ્ટીટયુટ, નડીયાદ ખાતે કરેલ છે. હોસ્પીટલ આસીસ્ટન્ટ એન્ડ ટેકનીશ્યન (એચએટી) નો એક વર્ષનો કોર્ષ પટેલ પેરા મેડીકલ જુનાગઢમાં કરેલ છે ૩વર્ષ અગાઉ વિદ્યાગુરૂ ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પીટલ, સાવરકુંડલા માં ચાર વર્ષ નોકરી કરેલ છે. હાલ છેલ્લા ૭ માસથી ક્રિષ્ના હોસ્પીટલ (કોવીડ) કે જે વિદ્યાનગર મે. રોડ પર આવેલ છે. તેમાં નર્સીંગ ઇનચાર્જ તરીકે નોકરી કરે છે. માસીક પગાર ૩૫,૦૦૦/- છે. તેમજ ગયા વખતે કોવીડ આવેલ ત્યારે પણ 3 મહિના જેટલી નોકરી કરેલ હતી. તેનો મીત્ર ઉત્સવ જે અગાઉ તથા હાલ સાત મહીનાથી ક્રીષ્ના કોવીડ હોસ્પીટલ મા મેનેજમેન્ટ નુ કામ સંભાળે છે જેથી મિત્ર છે. તેમજ અગાઉ જલારામ હોસ્પીટલ અમીનમાર્ગ પાસે આવેલ છે. તેમાં ૧ મહિનો નર્સીંગ સ્ટાફ આઇસીયુ માં નોકરી કરેલ હતી. ત્યાં અશોક કાગડીયા નોન કોવીડ હોસ્પીટલમાં નોકરી કરતો હોય જેથી તેની સાથે આઠેક મહિનાથી સંપર્કમાં આવેલ છે. તેમજ ક્રિષ્ના હોસ્પીટલમાં રૂદય જાગાણી સીસીટીવી કેમેરા રીપેરીંગમાં આવતો હતો જેથી તેના સંપર્કમાં આવેલ છે. તેમજ યશ ચાવડા કે જેઓ અગાઉ ક્રિષ્ના હોસ્પીટલમાં મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરતા જેથી તેઓ સાથે મિત્રતા થયેલ તેમજ વત્સલ બારડ કે જેઓ જલારામ કોવડી હોસ્પીટલમાં મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરે છે તેઓ સાથે પણ મારે મિત્રતા થયેલ હતી. મજકુર અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ઇન્જેકશન મંગાવેલ છે. તેમજ પોતેઅશોકને AMPHOTERICIN B ઇન્જેકશન નંગ-૧૧ ૩.૪૫૦૦/ લેખે આપેલ હતા તેમજ વધુ ૨૦ ઇન્જેકશન આપવા જતા મજકુર AMPHOTERICIN B ઇન્જેકશન નંગ-૯ તથા તેની સાથે વત્સલ AMPHOTERICIN B ઇન્જેકશન નંગ-૮ તથા યશ AMPHOTERICIN B ઇન્જેકશન નંગ-૩ સાથે નિકુંજને આપવા આવતા માધાપર ચોકડી ખાતે થી પકડાયેલ હતા. 

• આ મહામારી સમયમાં ભગવાનનું સ્વરુપ ગણાતા ડોકટરોની સેવાને આ કામે બની બેઠેલ ડોકટરોએ લાંછન લગાવેલ છે.

5. વત્સલ હરાજભાઇ બારડ જાતે રાજપુત ઉવ.૨૨ ધંધો પ્રા. નોકરી રહે રાજકોટ લક્ષ્મીવાડી શેરી નં-૭ તેમજભાઇ ના મકાનમાં ભાડેથી રાજકોટ, મુળઃ- છાછર ગામ, તા. કોડીનાર જી. ગીરસોમનાથ વાળા બીએએમએસ ના છેલ્લા વર્ષમાં જામનગર માં આવેલ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહા વિદ્યાલય માં અભ્યાસ કરે છે. હાલમાં કોવીડ-૧૯ ની મહામારી ચાલુ હોય જેથી સરકારી છુટછાટ આપેલ હોય જેથી રાજકોટ જલારામ કોવીડ હોસ્પીટલમાં છેલ્લા બે મહીનાથી આઇ.સી.યુ.માં મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરે છે. માસીક પગાર રૂ.૭૦,૦૦૦/- છે. નીકુંજભાઇ તથા ઉત્સવભાઇ જે ક્રીષ્ના કોવીડ હોસ્પીટલ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ છે. ત્યા નોકરી કરેલ છે. જેથી તેઓને ઓળખે છે. એમ્ફોટેરસીન-બી ઇન્જેકશન નંગ-૧૮ એક ઇન્જેકશનના રૂ.૩૫૦૦/- ના ભાવે ખરીદ કરેલ હતા. જે ઇન્જેકશન પોતે નિકુંજ ને રૂ.૩૨૦૦/- લેખે આપેલ કારણ કે આ ઇન્જેકશન ખરીદ કર્યા બાદ જાણવા મળેલ કે આ ઇન્જેકશન Liposomal Amphotericin-B નથી. જેથી પોતે ઓછી કિમંતમાં પણ વેચી દિધેલ હતા.6. યશ દિલીપકુમાર ચાવડા જાતે અનુ. જાતી. ઉવ-૨૫ ધંધો કાંઇ નહી રહે. ૧૧૯, શાંતિનિકેતનપાર્ક ૩, ૧૬-પરસાણાનગર, જામનગર રોડ રાજકોટ વાળા બી.એ.એમ.એસ સુધીનો અભ્યાસ કર્ણાટક ના બાગલકોટ જીલ્લાના તેરદાલ ગામમાં એસ.ડી.એમ. કોલેજમાં કરેલ છે. હાલ એક વર્ષની ઇન્ટરશીપ ચાલુ છે. રાજકોટમા ક્રીષ્ના કોવીંડ હોસ્પીટલ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ છે તેમાં મેડીકલ ઓફીસર તરીકે દોઢેક મહીનો નોકરી કરેલ છે. જે એકાદ મહીના પહેલા નોકરી મુકી દીધેલ છે. માસીક રૂ.૩૫,૦૦૦/- પગાર હતો. ક્રિષ્ના હોસ્પીટલમાં નિકુંજ તથા ઉત્સવ નોકરી કરતા હોય જેથી તેઓને ઓળખુ છુ. એમ્ફોટેરીસીન ઇન્જેશનની જરૂરીયાત હોવાની વાત કરતા નિકુંજ ને વાત કરતા તેણે ૨૦ એમ્ફોટેરીસીન ઇન્જેકશન રૂ.૩૬૦૦/- લેખે આપેલ હતા. જે પોતે રૂ.૪૫૦૦/ માં વેચવાના હતા તેમજ પોતે નિકુંજ સાથે મળી ને જ ઇન્જેકશન તેના મારફતે જ વેચાણ કરતા હતા. તેમજ અન્ય ને પણ ઇન્જેકશન વેચાણ આપેલ હોવાની શકયતા રહેલ છે.

7. ઉત્સવ પિયુષભાઇ નીમાવત જાતે બાવાજી ઉવ. ૨૫ ધંધો પ્રા.નોકરી રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ પુનીત નગર શેરી નં-૧૨ “જય અંબે ગોંડલ રોડ પાસે રાજકોટ વાળા બી.કોમ સુધી એચ.એન શુક્લા કોલેજ રાજકોટ ખાતે અભ્યાસ કરેલ છે. વિધ્યાનગર મેઇન રોડ ખાતે ક્રીષ્ના કોવીડ હોસ્પીટલ મા છેલ્લા બે માસથી મેનેજમેન્ટ નુ કામ કરે છે. અગાઉ પણ નવે-ડીસે.મહીનામા ક્રીષ્ના કોવીડ હોસ્પીટલમા કામ કરેલ છે. અગાઉ દેવ ચીરાયુ કોવીડ હોસ્પીટલ વિધ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ છે ત્યા પણ બે મહીના નોકરી કરેલ હતી. અમીનમાર્ગ પર આવેલ જલારામ રઘુકુળ ટ્રસ્ટ ની હોસ્પીટલ આવેલ છે તેમા મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરતા વત્સલ બારડને છેલ્લા ત્રણેક માસથી ઓળખે છે. તેમજ ચિરાયુ કોવીડ હોસ્પીટલ જલારામ હોસ્પીટલ સાથે ટાયપ મા હતી. જેથી વધુ સંપર્ક થયેલ આ વત્સલને AMPHOTERICINB ઇન્જેકશન નંગ-૧૮ એક ઇન્જેકશનના કિ.રૂ.૩૫૦૦/- માં આપેલ હતા જે પોતે રૂદય પાસેથી રૂ.૨૫૦૦/- માં ખરીદ કરેલ હતા.

8. હૃદય મનસુખભાઇ જાગાણી જાતે.પટેલ ઉ.વ-૩૩ ધંધો સી.સી.ટી.વી કેમેરા રહે. શ્રધ્ધા સોસાયટી શેરી નં-૧ આહીર ચોક બાબરીયા કોલોની રાજકોટ મુળ.ગામ દેવળા તા.ગોંડલ 

જી.રાજકોટ વાળા ધોરણ-૧૦ પાસ સુધી ભણેલ છે. વિદ્યાનગર મે ઇન રોડ ઉપર આવેલ ક્રીષ્ના કોવીડ હોસ્પીટલમા સી.સી.ટી.વી કેમેરા રીપેરીંગનુ કામ કરેલ છે પોતે ચાર વર્ષથી સી.સી. ટી.વી રીપેરીંગ તથા ફીંટીંગ તથા પ્રીન્ટર કાર્ટીઝ રીફીલીંગનુ કામ કરે છે. ક્રીષ્ના કોવીડ હોસ્પીટલમા અવાર-નવાર જતો હોય જેથી ઉત્સવ નિમાવત સાથે છએક મહિના થી કોન્ટેક થયેલ છે. તેમજ નિકુંજ સાથે પણ પોતે છએક માસથી કોન્ટેકટમાં આવેલ છે. પોતે AMPHOTERICIN B ઇન્જેકશન નિકુંજ ને નંગ-૨૦ તથા ઉત્સવ ને ઇન્જેકશન નંગ-૧૮ એક ઇન્જેકશનના રૂ.૨૫૦૦/- લેખે વેચાણ આપેલ છે. પોતે સાગર કીયાળા કે જે જેતપુરમા બસસ્ટેંડ પાછળ મેડીકલ સ્ટોર છે તેઓ પાસેથી એક ઇન્જેકશન ના રૂ.૨૩૦૦/- લેખે ખરીદ કરેલ હતા.તેમજ ૨૦ ઇન્જેકશન પોતાના સગાને મ્યુકરમાઇકોસીસ થયેલ તેને સારવાર માટે લાવેલ ઇન્જેકશન કે જે ઉપયોગમાં ન લેવાયેલ હોય તેવા ઇન્જેકશન મેળવેલ હોવાનુ જણાવેલ છે. 9. સાગર ચમનભાઇ કીયાડા પટેલ ઉ.વ-૨૨ ધંધો મેડીકલ એજેન્સી રહે. ભેડા પીપળીયા ગામ તા.જેતપુર જી.રાજકોટ વાળા ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરી તેમજ કેમીકલ ડિપ્લોમા એક વર્ષ ઓમ એંજીનીયરીંગ કોલેજ જુનાગઢ ખાતે કરેલ છે. પોતાના મિત્ર દિવ્યેશ વીરડીયા કે જેને બી ફાર્મ છે તેની સાથે ભાગીદારીમા જેતપુર કણકીયા પ્લોટ મા માધવ કોમ્પલેક્સમા મેડીકેર ફાર્મા નામથી મેડીકલ એંજન્સી બે વર્ષથી ચલાવે છે. તેમજ એંજન્સીની ઉપરના ભાગે હીરેનભાઇ રામાણી કે જેઓ ભેસાણના છે તેઓ ની જનતા ડ્રગ્સ હાઉસ નામની એંજન્સી છે તેઓ મિત્ર છે. આ હિરેનભાઇ મારફતે AMPHOTERICINB ઇન્જેકશન નંગ-૧૮ રૂ.૨૦૦૦/- સુરતથી મંગાવેલ હતા તેમજ Liposomal Amphotericin-B નંગ-૧૨ રૂ.૭૮૫૦/- માં મંગાવી રૂ.૮,૦૦૦/- માં રૂદયભાઇને આપવા રાજકોટ રાષ્ટ્રીય શાળા ના ગેઇટ પાસે આવતા પકડાયેલ છે. તેમજ તેણે વધુ ઇન્જેકશન પણ મંગાવેલ છે.10. હિરેન મનસુખભાઇ રામાણી ઉવ.૩૦ ધંધો વેપાર રહે. ભેસાણ ગામ જીમ પ્લોટ, જી. જુનાગઢ વાળા જેતપુર કણકીયા પ્લોટમા માધવ કોમ્પલેક્સમા જનતા ડ્રગ્સ હાઉસ નામની એંજન્સી ધરાવે છે. તેઓએ સાગરને Liposomal Amphotericin-B નંગ-૧૨ રૂ.૭૮૫૦/- આપેલ હોવાનુ જણાવેલ છે. તેમજ પોતે સદરહુ ઇન્જેકશન સુરત માં રહેતા તેના મિત્ર હાર્દીક વડાલીયા પાસેથી રૂ.૬૫૦૦/- માં કુરીયર મારફતે મંગાવેલ હતા. 11. હાર્દીક મુકેશભાઇ વડાલીયા જાતે પટેલ ઉવ. ૩૦ ધંધો નોકરી રહે. સુરત મહાલક્ષ્મી સોસાયટી વિભાગનં ૧ મકાન નં ૧૪ પુણાસીમાડા રોડ યોગીચોક સુરત વાળા જે. બી. કેમીકલસ અંકલેશ્વર ખાતે નોકરી કરે છે. અને તેની સાથે નોકરી કરતો તેના મિત્ર અભિષેકએ તેના રૂમ પાર્ટનર શુભમ તિવારી કે જે લાઇકા લેબ, અંકલેશ્વરમાં આવેલ ફાર્માસ્યુટીકલ કંપીનમાં નોકરી કરે છે. અને જે કંપની Liposomal Amphotericin-B ઇન્જેકશન બનાવે છે, તે કંપનીમાં નોકરી કરતા તેના મિત્ર વિશ્વાસ પાવરા સાથે મળી આ ઇન્જેકશનો કાઢી લઇને (ચોરીને) રૂ. ૪૫૦૦/- આપતો હોવાની હકીકત જણાવેલ છે. 12. અભીષેક કુમાર શ્રવણકુમાર શાહ ઉવ.૨૪ ધંધો નોકરી રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ-૩ કેશવ પાર્ક આશીષ શેઠ ના મકાનમાં ભાડેથી મુળ ગામ ડુમવલીયા ડીહ ગામ નારેના પુર પશ્ચીમ ચંપારણ બીહાર વાળાએ હાર્દીક મુજબની હકિકત જણાવેલ છે. અને તે તેના રૂમ પાર્ટનર શુભમ સાથે મળી આરોપી વિશ્વાસ પાસેથી ૧૦૦૦ રૂપીયા માં ઇનજેકશનની બોટલ મેળવેલ છે. અંકલેશ્વરની LYKA LABS કંપનીમાં નોકરી કરતા હતા તે કંપનીમાં થી ઇન્જેકશન અને પેકિગ મટીરીયલ્સની ચોરી કરી કાળા બજારમાં ઉંચી કિમતે વેચાણ કરતા હતા 13. શુભમ રામપ્રશાદ તીવારી જાતે પંડીત ઉવ.૨૫ ધંધો નોકરી રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ-૩ કેશવ પાર્ક આશીષ શેઠ ના મકાનમાં ભાડેથી મુળ ગામ દામોદર પુર (તીવારીપુર) શીંગરામ માઉ સોસા. થાના ફુલપુર જી. અલ્લાબાદ યુ.પી. વાળો લાયકા કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હોય અને સ્ટોર માંથી સ્ટીકર,પેકીંગ મટીરીયલની ચોરી કરી વિશ્વાસ પાસેથી Liposomal Amphotericin-B ભરેલ શીલપેક બોટલો મેળવી સ્ટીકર ચોટાડી પેકીંગ કરી અભીષેક સાથે મળી હાર્દીકને રૂા. ૪૫૦૦/- માં વેચાણ કરતા હતા. 14. વિશ્વાસ રાયસિંગ પાવરા જાતે એસ.સી.એસ.ટી. ઉવ.૨૬ ધંધો નોકરી રહે. અંકલેશ્વર ગોપાલનગર નજીક વાલીયા રોડ કુમકુમ બંગલો મુળ ગામ લાકડીયા હનુમાન જાના સીરપુર જી.ધુલીયા મહારાષ્ટ્ર વાળાએ બી ફાર્મ નો અભ્યાસ મહારાષ્ટ્ર માં કરેલ છે અને હાલ લાયકા કંપનીમાં પ્રોડકશન વિભાગ માં જુનીયર એકઝીકયુટીવ તરીકે નોકરી કરે છે. અને પોતાની નાઇટની ફરજ દરમ્યાન LiposomalAmphotericin-B ભરેલી શીલ પેક બોટલો સ્ટીકર વગરની ચોરી શુભમ તથા અભીષેક ને રૂ. ૧૦૦૦/- માં વેચાણ થી આપે છે.

ઉપરોકત હાર્દીક,અભીષેક,શુભમ તથા વિશ્વાસ એમ ચારેય મારૂતી સ્વીફટ ડીઝાયર કાર નંબર જી.જે.૦૫.જે.એચ. ૫૬૦૯ રાજકોટ માં Liposomal Amphotericin-B ઇન્જેકશન ૩૦ નંગ પેકીંગ સહીતના તથા ૧૧ નંગ Liposomal Amphotericin-B ભરેલી શીલ પેક બોટલ સ્ટકર વગરની તેમજ લાઇકા કંપનીના LIPHOLYN INJECTION (LYOPHILIZED) ના ખાલી ખોખા નંગ – ૨૫ તથા સદરહુ ઇન્જેકશન ઉપર ચોટાડવાના થતા કંપનીના નામનુ સ્ટીકર જેના ઉપર સદરહુ ઇનજેકશનમાં વપારસમા આવતી કેમીકલની વિગત લખેલ છે તે રોલ તથા પ્લાસ્ટીકનુ કચકડા જેવુ ઇન્જેકશન મુકવા માટેનુ પેકીંગ માટેનુ મટીરીયલ નંગ – ૪૦ તથા ઉપરોકત ઇન્જેકશનની માર્ગદર્શીકાનુ વર્ણનકરતા અંગ્રેજીમાં લખેલ વિગત વાળા કાગળ નંગ - ૧૨૫ કબ્જે કરવામા આવેલ છે.

આમ ઉપરોકત ઇસમો હાલમાં કોવીડ-૧૯ રોગ ની મહામારી બાદ ફેલાયેલ મ્યુકરમાઇકોસીસ રોગની મહામારી માં સારવાર માટે ઉપયોગમાં લેવાતા AMPHOTERICIN B ઇન્જેકશન કે જેની એક ની કિ.રૂ. ૩૦૦ થી ૫૦૦ ની છે. તેવા ઇન્જેકશન રૂ.૪૫૦૦/- થી ૬૫૦૦/- તેમજ Liposomal Amphotericin-B ઇન્જેકશન કે જેની કિમંત આશરે ૫ થી ૭ હજાર રૂપિયાની છે. તે રૂ.૮,૦૦૦/- જેવી ઉંચી કિમંતે કોઇ પણ જાતની ડૉકટરની યાદી (પ્રીસ્કીપ્શન) કે બીલ વગર કાળાબજાર કરી વેચાણ કરી AMPHOTERICIN B ઇન્જેકશન કુલ નંગ-૩૧ કિરૂ. ૧૦,૪૬૭/- તથા Liposomal Amphotericin-B નંગ -૫૯ જેની કુલ કિ.રૂ. ૪,૧૩,૦૦૦/- તથા Liposomal Amphotericin-Bઇન્જેકશનની સ્ટીકરવગરની શીલ બંધ બોટલ નંગ - ૧૧ કુલ કિ.રૂ. ૦૦/- મળી કુલ ઇન્જેકશન નંગ-૧૦૧ કિરૂ.૪,૨૩,૪૬૭/- તથા વાહનો-૫ અન્ય મુદ્દામાલ કી.રૂ. ૭,૪૦,૦૦૦/- મળી ફૂલ કિ.રૂ. ૧૧,૬૩,૪૬૭/ સાથે મળી આવતા તેમજ લાઇકા લેબ, અંકલેશ્વરમાં આવેલ ફાર્માસ્યુટીકલ કંપીની કે જે Liposomal Amphotericin-Bઇન્જેકશન બનાવે છે. તેમાં આ કામના બે આરોપીઓ નોકરી કરતા હોય તે કંપનીમાંથી Liposomal Amphotericin-B કાઢી લઇને (ચોરીને) અન્ય આરોપીને આપી તેમજ આરોપીઓએ એક બીજાની મદદગારી કરેલ હોવાનુ જણાય આવેલ હોય તેમજ આ તપાસ દરમ્યાન હજુ પણ વધુ ઇન્જેકશનો મળી આવવાની તેમજ વધુ વ્યકિતીઓની સંડોવણી હોવાની શકયતા નકારી શકાય તેમ નથી જે દિશામાં પણ અલગ-અલગ ટીમ દ્વારા તપાસ ચાલુ છે.

ટીમને ઇનામ:

 પોલીસ કમિશનરશ્રી તરફથી સારી કામગીરી કરેલ અધિકારી/કમૅચીઓને રુપીયા ૧૫૦૦૦/ નુ ઇનામ આપવામાં આવેલ છે.

આ ઇન્જેકશનના કાળા બજારના કૌભાંડની તપાસ માં રહેલ અધિકારી/કમૅચારીઓને પ્રોત્સાહીત કરવા ઇનામ મળવા માટે ડીજીહોઈશ્રી તરફ ભલામણ માટે મોકલી આપવામાં આવશે.

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ આ પ્રમાણે છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.વાય.રાવલ, પો. સબ ઇન્સ. શ્રી એમ. એસ. અંસારી, એ.એસ.આઇ રાજુભાઇ ભટ્ટ, બાદલભાઇ દવે, હે.કો. ધીરેનભાઇ ગઢવી તથા કીશોરદાન ગઢવી, પો.કો. મહમદઅઝરૂદીન બુખારી, સીરાજભાઇ ચાનીયા, જયુભા પરમાર, સોનાબેન મુળીયા શાંન્તુબેન મુળીયા, ભુમીકાબેન ઠાકર તથા ડ્રા.હરીભાઇ બાલાસરા.

(8:00 pm IST)