Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પોકસો એકટના ગંભીર ગુનામાં આરોપીને પકડી લેતી રાજકોટ શહેર IUCAW યુનિટની ટીમ: બે સાવકી દીકરીઓને હવસનો શિકાર બનાવી હતી

રાજકોટ:  રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશન, ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૧૨૧૦૦૫૯/૨૦૨૧ આઇ.પી.સી.ક. ૩૭૬(૨) (એન), ૫૦૬(૨) તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ – ૪,૮ મુજબના ગુનાની તપાસ IUCAW યુનિટ હસ્તક હોય સદરહુ ગુનામાં ફરિયાદી તથા તેની સગીરવયની બહેન સાથે આ કામના આરોપી જે તેનો સાવકો પિતા હોઇ તેણે વારંવાર બળાત્કાર કરી આ વાત કોઇને કહીશ તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આરોપીને તુરંતજ હસ્તગત કરી આરોપીનો કોરોના ટેસ્ટ કરવામા આવેલ છે જે રિપોર્ટ નેગેટીવ આવતા આજ રોજ તા.૩૧/૦૫/૨૦૨૧ ના ૬.૧૯/૧૫ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે. આરોપી સોહન કુંજીભાઇ ઠાકોર - ઉ.વ.૪૫ ધંધો ચોકીદાર રહે. મોચીબજાર પાસે આવેલ પોસ્ટ ઓફીસની પાછળ, સિધ્ધીવિનાયક કોમ્પલેક્ષના પાર્કિંગમાં, રાજકોટ મુળ રહે. ભૌરાસા તા.પથરિયા જી.દમોહ (મધ્યપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.

આ કામગીરી પો.ઇન્સશ્રી એસ.આર.પટેલ, પો.સબ ઇન્સ એ.જે.લાઠીયા, એ.એસ.આઇ. દિયાબેન એવિયા,પો. હેડ કોન્સ હિતેન્દ્રભાઇ ગઢવી, પો.કોન્સ. હસમુખભાઇ બાલધા, IUCAW યુનિટની ટીમે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા  તથા મદદનિશ પોલીસ કમિશ્નર શ્રી દક્ષિણ વિભાગ જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ કરી હતી.

(9:38 pm IST)