Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ટોબેકો-ડે નિમિતે રાજકોટ મહાનગર વિસ્તારમાં ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને તમાકુનુ વેચાણ કરતા શખ્સોને એ-ડીવીઝન પોલીસ તથા જીલ્લા તબાંકુ નિયંત્રણ સેલે પકડ્યા: 50 એજન્સીઓમાં તપાસ

રાજકોટ: આજે તા.૩૧/૦૫/૨૦૨૧ ના રોજ “ટોબેકો-ડે" અનુસંધાને રાજકોટ મહાનગર પાલીકા દ્વારા રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં આવેલ એજન્સીઓ દ્વારા COTPA-2003 કાયદાની અમલવારી થાય તે અનુસંધાને રાજકોટ શહેર હે, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્રી ખુશીદ અહેમદ સાહેબ તથા નાબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી પ્રવીણકુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ઉતર-વિભાગ શ્રી એસ આર ટંડેલની સુચનાથી ટોબેકો-ડે હોવાથી તમાકુની એજન્સીઓ ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને વેચાણ કરતા મળી આવેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોઇ જે અનુસંધાને એ ડીવી.પો.સ્ટે. ના પોલીસ સ્ટાફના માણસો તથા રાજકોટ મહાનગર પાલીકા જીલ્લા તબાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં આવતી ૫૦ જેટલી એજન્સીઓની અંદર તપાસ કરતા ૧૦ જેટલી એજન્સીઓ COTPA-2003 ની કલમ ૬ (૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને તમાકુનુ વેચાણ કરવુ દંડનીય ગુન્હો છે) જે અંતર્ગત હાજર અરજદારને દંડ ફટકારવામાં આવેલ તેમજ ઉપરોક્ત કાયદા અંગે માર્ગદર્શન તથા સુચના આપવામાં આવેલ છે.

આ કામગીરી પો.ઇન્સ, સી.જી.જોષી તથા પો.સબ.ઇન્સ જે.એમ.ભટ્ટ તથા ડી-સ્ટાફના કર્મચારીઓ તથા જીલ્લા તમાકુ નિયંત્રણ

સેલના કમલેશભાઈ મકવાણા સહિતે કરી હતી.

(9:43 pm IST)