Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ગેમ્બલિંગ એકટના ગુનામાં પકડાયેલ આઠ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૩૧: શહેરમાં તુલસી બંગલો ખાતે ક્રાઈમ બ્રાંચે રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી આઠ આરોપીને ઝડપી લઈ રૃ.૯૨,૫૦૦ની રોકડ, ૧૧ મોબાઈલ ફોન, ૫ વાહનો સહિત રૃ.૧૮,૧૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગુનામાં ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલતા આરોપી બ્રીજેશ રમેશભાઈ રાજાણી, ભાવેશ પ્રવિણભાઈ જોબનપુત્રા, કેતનભાઈ ભીખુભાઈ ભટ્ટી, ધવલ દિલીપભાઈ સોલંકી, પીન્ટુભાઈ ચંદુભાઈ પરમાર, અક્ષય રાજુભાઈ વાઘેલા તરફે એડવોકેટ રવિ રાઠોડ કોર્ટમાં હાજર થયા હતા અને તેમણે કરેલી દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ કોર્ટે આઠેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં ઉપરોકત છ આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ રવિ વી. રાઠોડ, અશ્વિન ડી. પાડલીયા, રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી. બોડા, કૃણાલ એસ. વિંધાણી, આસિસ્ટન્ટ તરીકે યશરાજસિંહ એમ. જાડેજા રોકાયેલ હતા.

(4:18 pm IST)