Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ધોની ચેમ્‍પીયન બાદ હવે ધોળકીયા સરતાજ : ધો. ૧૦-૧૨ બાદ હવે ૧૨ કોમર્સમાં બોર્ડમાં ફર્સ્‍ટ નંબરે ૪ સાથે ૨૨ ઝળકી ઉઠયા કૃષ્‍ણકાંત ધોળકીયા - જીતુભાઇ ધોળકીયા - શિક્ષકો - વિદ્યાર્થીઓ આનંદવિભોર : A-1 ગ્રેડમાં ૬૪ વિદ્યાર્થી

રાજકોટ : આજે ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરીણામ જાહેર થયું છે, આ સાથે ધોળકીયા સ્‍કૂલ વિજયી હૈટ્રીક લગાવી દીધી છે, ધો. ૧૦ - ધો. ૧૨ સાયન્‍સ અને હવે ધો. ૧૨ કોમર્સમાં પણ બોર્ડમાં ફર્સ્‍ટ નંબરે ૪ વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં ૧ થી ૧૦માં કુલ ૨૨ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ મેદાન માર્યું હતું. આ વર્ષે બોર્ડની ત્રણેય પરીક્ષાનું પરિણામ થોડું નબળુ આવ્‍યું પરંતુ ધોળકીયા સ્‍કૂલને પરિણામની કોઇ અસર નથી થઇ તે ત્રણેય પરીક્ષામાં બોર્ડમાં ઝળકી ઉઠેલા ઢગલાબંધ વિદ્યાર્થીઓએ શિક્ષકોએ અને મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી કૃષ્‍ણકાંત ધોળકીયા - જીતુભાઇ ધોળકીયા - મીતુલ ધોળકીયા તથા અન્‍યોએ સાબિત કરી દીધું છે. આજે ઝળહળતા પરિણામ સાથે જ સ્‍કૂલના નાના-મોટા તમામ બાળકો, આવેલા વાલીઓ ઝૂમી ઉઠયા હતા, મીઠાઇઓના ઢગલાબંધ પેકેટો ખુલ્‍યા હતા, સ્‍કૂલોમાં મેળાવડો જામ્‍યો હતો, તસ્‍વીરમાં સ્‍કૂલના શ્રી કૃષ્‍ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા સાથે બોર્ડ ફર્સ્‍ટ આવેલા વિદ્યાર્થીઓ, બાજુમાં બોર્ડમાં ઝળકેલા ૨૨ વિદ્યાર્થી ભાઇ-બહેનો નજરે પડે છે, સ્‍કૂલમાં એ-૧ ગ્રેડમાં ૬૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે, ટુંકમાં રાજકોટ કેન્‍દ્રમાં ૧ થી ૧૦માં ૬૪ ઝળક્‍યા તે પણ વિક્રમજનક બાબત છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)(

(4:22 pm IST)