Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

શહેરમાંથી છેલ્લા ૬ માસમાં રસ્તે રખડતા અડચણ રૃપ ૬પ૧ર ઢોર પકડાયાઃ ૩૩.પ૦ લાખની આવક

ગત અઠવાડીયામાં મનપાની એ.એન.સી.ડી.શાખા દ્વારા કુલ ર૧૭ પશુઓ ઢોર ડબ્બે પુરવામાં આવ્યા

રાજકોટ તા. ૩૧ : શહેરમાં નવેમ્બર-રર થી એપ્રીલ-ર૩ સુધીના છેલ્લા ૬ માસમાં મનપાની ઢોર પકકડ શાખા દ્વારા રસ્તે રખડતા અને અડચણરૃપ ૬પ૧ર પશુઓ પકડવામાં આવ્યા છે. જયારે ગત સપ્તાહે વિવિધ વિસ્તારોમાંથી ર૧૭ ઢોર પકડવામાં આવ્યા છે. ગત ૬ માસમાં મનપાને કુલ ૩૩.પ૦ લાખથી વધુની આવક થઇ છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી.શાખા શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા.ર૩ થી ર૯ મે  દરમ્યાન શહેરન રસુલપરા, કાલાવાડ રોડ, જલારામ હોટલ પાસે, મોટા મવા મેઇન રોડ, નવો ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી હેડ કવાર્ટર, કણકોટ મેઇન રોડ તથા આજુબાજુમાંથી ૧૧ પશુઓ પકડવામાં આવ્યા હતા.

જયારે પાણીનો ઘોડો, પેડક રોડ, વિજય પ્લોટ, ભગવતીપરા, રાજલક્ષ્મી સોસાયટી, વેલનાથપરા, કુવાડવા રોડ, બ્રહ્માકુમારીનો પ્લોટ, ગીરીરાજ પ્લોટ પાસે, ત્રીવેણીનગર મેઇન રોડ, ગ્રામલક્ષ્મી સોસાયટી, પારેવડી ચોક, અર્જુનપાર્ક, મોરબી જકાતનાકા, જયજવાન - જયકિશાન સોસાયટી, બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે તથા આજુબાજુમાંથી ર૯, પશુઓ, આજીડેમ વિસ્તાર, માંડાડુંગર, માધવ વાટિકા, આજી જી.આઇ.ડી.સી. સોમનાથ સોસાયટી, શીતળાધાર, કોઠારીયા તથા આજુબાજુમાંથી ૧ર પશુઓ ઢોર ડબ્બે પુરાયા હતા.

ઉપરાંત રૈયા સ્મશાન પાસે. મુંજકા ગામ, મારવાડી રોડ, કૈલાશધારા ચોક, ધરમનગર, મીરાનગર, નરસિંહનગર, બંસીધરપાર્ક, શાંતિનગરનો ગેટ પાસે મોચીનગર, વેલનાથ ચોક, રપવારીયા નાગેશ્વર, માધાપર ગામ તથા આજુબાજુમાંથી ર૦ પશુઓ, ગોપાલ ચોક મેઇન રોડ, રવીરત્ન પાર્ક, કીડવાઇનગર, છોટુનગર, શાસ્ત્રીનગર, નટરાજ મેઇન રોડ તથા આજુબાજુમાંથી રર પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ર૧૭ પશુઓ પકડવામાં આવેલ છે.

(4:24 pm IST)