Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ખેલકુદ અને લલિતકલા મહોત્‍સવ સંપન્‍ન

રાજકોટ : વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા આ વર્ષે પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુથી ખેલકુદ અને લલીત કલા ઉત્‍સવનું આયોજન કરાયુ હતુ. જેમાં ચેસ અને કેરમ ટુર્નામેન્‍ટ યોજવામાં આવેલ. આ દિવસના સ્‍પોન્‍સર અને મુખ્‍ય મહેમાનપદે ન્‍યુ સુપર એન્‍જીનીયરીંગવાળા પ્રાણભાઇ દેવરાજભાઇ વાલંભીયા ઉપસ્‍થિત રહેલ. ચેસમાં પ્રથમ સ્‍મીત હરેશભાઇ વેકરીયા, દ્વીતીય કેનીલ ભાવનાબેન પંચાસરા, તૃતિય વિરેન રાકેશભાઇ પંચાસરા વિજેતા બનેલ. જયારે કેરમ ટુર્નામેન્‍ટમાં પ્રથમ સ્‍મિત હરેશભાઇ વેકરીયા, દ્વીતીય જય ચંદ્રેશભાઇ ભાડેશીયા, તૃતીય કુશલ સમીરભાઇ ખંભાયતા વિજેતા બનેલ. બીજા દિવસે મેદાની રમતો દોડ, પોટેટો રેસ, કોથળા રેસ, લીંબુ ચમચી, વોટર ઇન બોટલ, મ્‍યુઝીકલ ચેર, ફુગ્‍ગા ફોડ, દોરડા કુદ, ટ્રાયસીકલ રેસ, લોટ ફુંક, મેમરી કવીઝ જેવી રમતો રમાડવામાં આવી હતી. આ દિવસના સ્‍પોન્‍સર અને મુખ્‍ય મહેમાનપદે રૂપકલા એન્‍જીનીયર્સવાળા મહેન્‍દ્રભાઇ ત્રિભોવનભાઇ પંચાસરા, સ્‍વસ્‍તિક ટુલ્‍સ એન્‍ડ હાર્ડવેરવાળા મહેશભાઇ જીવનભાઇ અંબાસણા ઉપસ્‍થિત રહેલ. તેમના હસ્‍તે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયુ હતુ. જયારે ત્રીજા દિવસે સાંસ્‍કૃતિક અને મનોરંજક કાર્યક્રમો બાળકો માટે વેશભૂષા સ્‍પર્ધા, વકતવ્‍ય, સંગીત વાદન, સીંગલ ડાન્‍સ, દેશભક્‍તિ ડાન્‍સ, શાષાી નૃત્‍ય, એક પાત્રીય અભિનય, ગૃપ ડાન્‍સ યોજવામાં આવેલ. આ તકે ધો.૧૦ માં સારા માર્કસ સાથે ઉતીર્ણ થયેલ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અધ્‍યક્ષ કિશોરભાઇ જાદવાણી પ્રમુખ ચંદ્રેશભાઇ ખંભાયતા, મંત્રી નટુભાઇ ભારદીયા ઉપરાંત વસંતભાઇ ભાલારા, પ્રકાશભાઇ દુદકીયા, કિશોરભાઇ બોરાણીયા, નિલેશભાઇ આમરણીયા, કમલેશભાઇ ભારદીયા, મહેશભાઇ વડગામા, જનકભાઇ વડગામા, જયસુખભાઇ ઘોરેચા, જયુભાઇ તલસાણીયા, દિપકભાઇ વડગામા, કવિત ગોવિંદીયા, કલ્‍પેશ વાડેસા, પ્રમોદ બદ્રકીયા, ભરતભાઇ વાલંભીયા, નટુભાઇ ધ્રાંગધરીયા, અશ્વિનભાઇ આમરણીયા, નિલેષભાઇ અંબાસણા, અજય દુદકીયા, દિવ્‍યેશ ધ્રાંગધરીયા, પરાગ વડગામા, રમણીકભાઇ સીનરોજા, કમલેશ અંબાસણા, હાર્દીક વડગામા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:24 pm IST)