Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રાજકોટ એન્‍જી. એસો.ના ડાયમંડ જયુબેલી વર્ષની ઉજવણી : લાઇબ્રેરી અને કોન્‍ફરન્‍સ રૂમનું લોકાર્પણ

રાજકોટ તા. ૩૧ : નાના અને મધ્‍યમ કક્ષાના ઉદ્યોગોને મદદરૂપ બનવાની પ્રવૃત્તિઓ ચલાવતા રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશને ૬૦ વર્ષ પૂર્ણ કરતા તાજેતરમાં ‘ડાયમંડ જયુબેલી વર્ષ'ની ઉજવણી કરાઇ હતી. આ અવસરે નવનિયુકત ધારાસભ્‍યો અને ઉચ્‍ચ કેડરના અધિકારીઓનો સન્‍માન સમારોહ તેમજ એન્‍જીનીયરીંગ એસો.ના વિડીયો કોન્‍ફરન્‍સ રૂમ, મોબાઇલ એપ્‍લીકેશન અને વેબસાઇટનું લોન્‍ચીંગ તેમજ ૧૫ મી મેમ્‍બર ડીરેકટરીનું અનાવરણ કરાયુ હતુ.

ખોડલધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી નરેશભાઇ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, જીઆઇસીના જનરલ મેનેજર કે. વી. મોરી, આર.સી.સી.આઇ.ના પ્રમુખ વી. પી. વૈષ્‍ણવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓનું મોમેન્‍ટો આપી બહુમાન કરાયેલ.

કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન નવા વરાયેલા યુવા પ્રમુખ નરેન્‍દ્ર પાંચાણીએ કર્યા બાદ મહેમાનોએ પ્રાસંગીક પ્રવચન કરેલ. અંતમાં આભાર પ્રસ્‍તાવ રાજકોટ એન્‍જીનીયરીંગ એસો.ના યુવા માનદ મંત્રી અને અગ્રણી ઉદ્યોગપતિ વિનોદભાઇ આસોદરીયાએ કર્યો હતો. રાષ્‍ટ્ર ગીતના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.

(4:41 pm IST)