Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

જીટીટીએ અને વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ દ્વારા ફર્સ્‍ટ મેજર રેન્‍કીંગ ઓપન ગુજરાત ટૂર્નામેન્‍ટનો પ્રારંભઃ ૭૩૦ ખેલાડીઓએ ભાગ લીધો

રાજકોટઃ હિરેન મહેતા (ડિવિઝનલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ)ની જણાવેલ યાદી મુજબ ફર્સ્‍ટ મેજર રેન્‍કિંગ ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટનો  શુભારંભ થયેલ છે. જેમાં વિવિધ એઈજ ગૃપ ના બોયઝ અને ગર્લ્‍સ ખેલાડીઓ મળી કુલ ૭૩૦ ખેલાડીઓ રમશે.

આ ઓપનિંગ સેરેમની માં હિરેન મહેતા એ પ્રાસંગિક ઉદબોધન કરતા આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્‍વાગત કરેલ તથા પાર્ટિસિપેટ કરનાર દરેક ખેલાડીઓનો આભાર વ્‍યકત કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી. કોવિડ સમય પછીની આ પ્રથમ મેજર રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટમાં ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્‍યો એ બદલ સમગ્ર ગુજરાતમાંથી આવેલ ખેલાડીઓ ને અભિનંદન પાઠવ્‍યા હતા.

આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે શ્રી અનિલકુમાર જૈન ડિવિઝનલ રેલવે મેનેજર એ આયોજકો ને આ ભવ્‍ય આયોજન બદલ અભિનંદન પાઠવ્‍યા હતા તથા ભાગ લેનાર બાળકો માંથી જ આગળ રાષ્ટ્રીય સ્‍તર પર અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે નામના મેળવી આગળ વધો એવી આશા વ્‍યકત કરી હતી.

પૂર્વ ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે સ્‍પોર્ટ્‍સને વધારવા માટે સતત પ્રયત્‍નશીલ સરકાર છે ત્‍યારે હિરેન મહેતા આવી વિવિધ સ્‍પોર્ટ્‍સના આયોજનો કરી સ્‍પોર્ટ્‍સ ને ખૂબ જ મજબૂત પીઠબળ પૂરૂં પાડે છે જે ધન્‍યવાદ ને પાત્ર છે. ખેલાડીઓ રમશે એવી આશા સાથે કહું છું કે સ્‍પોર્ટ્‍સને વધારવા જે કંઈ પણ જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાની જરૂર પડે તે કરાવવા માટે અમે પ્રતિબધ્‍ધ છીએ.. ફરી એક વખત હિરેન મહેતા અને તેમની ટીમને અભિનંદન..

આ સાથે  આરપીજે હોટલના અજયરાજસિંહ જાડેજા, ડો.રાજકુમાર સી એમ એસ, શ્રી હિતેશભાઈ બગડાઈ પ્રેસિડેન્‍ટ જીટીટીઆઈ, શ્રી મહેશભાઈ ચૌહાણ સિન્‍ડિકેટ મેમ્‍બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિક્રમસિંહ પ્રેસિડેન્‍ટ જીટીટીઆઈ જામનગર, બળભદ્ર સિંહ, રમામેડમ મુદ્રા, રત્‍નાબેન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સંચાલન શ્રીમતી અવની ઓઝા દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ બીપીન વ્‍યાસ મનીષભાઈ મહેતા અંકિત મેહતા, ચંદ્રેશ રાઠોડ, કિરણભાઈ ભટ્ટ, સ્‍વપ્‍નીલ મેહતા જયનીલ મેહતા જીત ચોલેરા બ્રીજેશ આચાર્ય જલય વગેરે એ જહેમત ઉઠાવી છે આ ટૂર્નામેન્‍ટ ચાર દિવસ સુધી ચાલશે

(4:53 pm IST)