Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

BSNL કર્મચારી યુનિયનો દ્વારા વેતન સુધારણાસહિતના મુદ્દાઓ અંગે કાલે રાજકોટમાં માનવ સાંકળ

ત્રણ તબકકાનું આંદોલન શરૂઃ તમામ કર્મચારીઓ-પેન્‍શરોને જોડાવા હાકલ

રાજકોટ તા. ૩૧: સંયુકત ફોરમ ઓફ નોન-એકિઝકયુટિવ યુનિયન્‍સ અને એસોસિએશન ઓફ BSNL દ્વારા બોલાવવામાં આવેલા ત્રણ તબકકાના આંદોલનાત્‍મક કાર્યક્રમનો પ્રથમ કાર્યક્રમ કાલે જિલ્લા સ્‍તરે માનવ સાંકળ રૂપે યોજાશે. વેતન સુધારણા, 4G/5G ની તાત્‍કાલિક શરૂઆત અને બિન-કારોબારીઓ માટે નવી પ્રમોશન નીતિનો અમલ કરવા જેવી માંગણીઓ સાથે આંદોલન શરૂ કરાયું છે.  CHQ એ આંદોલનાત્‍મક કાર્યક્રમને સંપૂર્ણ સમર્થન અને એકતા જાહેર કરી છે, તમામ એકમોને વિનંતી કરવામાં આવી છે કે સંયુકત ફોરમના ઘટક યુનિયનોના સંપર્કમાં રહેવું અને પેન્‍શનરોની મહત્તમ ભાગીદારીની ખાતરી કરવી જેથી માનવ સાંકળને જબરદસ્‍ત સફળતા મળે, તમામ કર્મચારીઓ-પેન્‍શનરોને જોડાવા અપીલ કરાઇ છે.

(5:00 pm IST)